Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કૉંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીના નેતા તરીકે ફરી સોનિયા ગાંધીની વરણી

મનમોહન સિંહે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને બહુમતીથી પસાર કરાયો

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીના કૉંગ્રેસના કારમા પરાજય પછી કૉંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે ફરીથી સોનિયા ગાંધીની વરણી થઈ છે.

કૉંગ્રેસના ચૂંટાયેલા સંસદસભ્યોની પહેલી મિટિંગ આજે મળી હતી. આ મિટિંગમાં ચૂંટાયેલા તમામ 52 સંસદસભ્યો હાજર હતા જેમાં સોનિયા ગાંધીના નામ પર મ્હોર મારવામાં આવી છે.

આ બેઠકમાં કૉંગ્રેસના રાજ્યસભાના સભ્યોએ પણ ભાગ લીધો હતો.

કૉંગ્રેસ પાર્લમેન્ટરી કમિટિ (સીપીપી)ની બેઠકમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે બેઠકમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં પરાજય બદલ રાજીનામુ આપવાની રાહુલ ગાંધીની દરખાસ્ત કૉંગ્રેસે પાર્ટીએ ફગાવી દીધી છે અને તેમને પક્ષમાં માળખાગત ફેરફાર કરવાની સત્તા આપી છે.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.

(1:11 pm IST)