Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વર્ષમાં બેવાર બોર્ડની પરીક્ષાઃ ફીમાં મનમાની નહિ ચાલે

નવી શિક્ષણ નીતિનો ડ્રાફટ તૈયારઃ ધો.૧૦-૧રના વિદ્યાર્થીઓનો તનાવ ઘટાડવો જોઇએઃ શિક્ષણમાં ગુણવતા ઉપર ભાર મુકાવો જોઇએ : સ્નાતક પ્રોગ્રામમાં ત્રણ અને ચાર વર્ષીય ડીગ્રીનું સૂચનઃ નર્સરીથી ધો.પ સુધી બાળકોને માતૃભાષામાં અભ્યાસ કરાવવો જોઇએઃ પેનલનું સૂચન

નવી દિલ્હી તા. ૧ : માનવ સંસાધન વિકાસ મંત્રાલયને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે રચાયેલ વિશેષજ્ઞ સમિતિએ સીલેબસમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને સામેલ કરવા જેવી ભલામાણો લાગુ કરવાનો ડ્રાફટ સોપી દીધો છે. આ ડ્રાફટમાં રાષ્ટ્રીય શિક્ષણ પંચની રચના અને ખાનગી સ્કુલો દ્વારા મનમાની રીતે રીતે વધારાતી ફી પર રોક લગાવવા જેવી ભલામણો સામેલ છે.

ઉતરાખંડના ભૂતપૂર્વ મૂખ્ય પ્રધાન અને હરિદ્વારા લોકસભાના સાંસદ ડો. રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારે જ માનવ સંસાધન વિકાસ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને કમીટીએ ડ્રાફટ તેમને સોંપ્યો હતો પોલીસીના ડ્રાફટમાં કહેવાયું છે કે જ્ઞાનમાં  છે કે યોગદાન અને ઐતિહાસીક સંદર્ભને જયાં પણ યોગ્ય જણાશે ત્યાં શાળાકિય સીલેબસ અને ટેકસ્ટ બુકમાં સામેલ કરાશે.

નવી પોલીસીના ડ્રાફટમાં સુચન કરાયું છે કે ખાનગી શાળાઓએ પોતાની ફી નકકી કરવાની છુટ આપવામાં આવે પણ તે પછી તેમાં મનમાની રીતે વધારો ન કરી શકે તે માટે તેમાં ઘણા સુચનો કરાય છે. સમિતિએ ભાર મુકયો છે કે શિક્ષણ અને ભણવા -ભણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય કરી નાખવુ જોઇએ સાથે જતેમાં કહેવામાંં આવ્યું છે કે ગણીત, જયોતિષ, ફિલોસોફી, મનોવિજ્ઞાન, યોગ, આર્કિટેકચર, દવાની સાથે જ શાસન, શાસન વિધી, સમાજમાં ભારતનું યોગદાન પણ સામેલ કરાય.

ડ્રાફટમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત રીતે દેશમાં શિક્ષણના દ્રષ્ટિકોણને વિકસિત કરવા મુલ્યાંકન કરવા અને ફેરફાર કરવા માટે એક નવી ટોચની સંસ્થા રાષ્ટ્રીય શિક્ષા આયોગ અથવા એનઇસીની સુચના કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે હાલની શિક્ષણ નિતી ૧૯૮૬ માં તૈયાર થઇ હતી અને ૧૯૯રમાં તેમાં સુધારો થયો નથી શિક્ષણનીતી ર૦૧૪ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ હતી.

નિષ્ણાતોએ ભુતપૂર્વ કેબિનેટ સચિવ ટી.એસ.આર. સુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી એક સમિતિના રીપોર્ટનો પણ અભ્યાસ કર્યો હતો ઇસરોના ભૂતપૂર્વ પ્રમુખ કે કસ્તુરી રંગનના નેતૃત્વવાળી કમીટીમાં ગણીતરી મજુબ ભાર્ગવ સહિત આઠ સભ્યો હતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સમિતી બનાવી હી તે વખતે સ્મૃતિ ઇરાની આ મંત્રાલયના પ્રધાન હતા.

સમિતીના ડ્રાફટમાં કહેવાયું છે કે ૧૦ મી અને ૧ર મીની બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં તણાવ ઓછો કરવો જોઇએ. વિદ્યાર્થીઓને બોર્ડ પરિક્ષામાં વિષયોની પરવાનગી આપવા માટે એક નિતી બનાવવા કહેવાયું છે. જેના અનુસાર વિદ્યાર્થીને જે સેમેસ્ટરમાં એમ લાગે કે તે પરીક્ષા આપવા સજ્જ છે ત્યારે તેની પરીક્ષા લેવી જોઇએ. પછી તેને એમ લાગે કે તે વધારે સારૂ પ્રદર્શન કરી શકે છે તો તેને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવો જોઇએ. સાથે જ કોમ્પ્યુટર અને ટેકનીકના આ જમાનામાં કોમ્પ્યુટર આધારીત પરીક્ષા અને પાઠયક્રમ કૌશલ વિકાસ આધારિત પરીક્ષા હોવી જોઇએ.

સમિતિએ અંગ્રેજી સાથે ભારતીય ભાષાઓ અને સંસ્કૃત તથા લિબરલ આર્ટસની પ્રગતિ પર ભાર મુકયો છે. આ ઉપરાંત નર્સરીથી પાંચમાં ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવા અને ૧ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને મફત ગુણવતા યુકત શિક્ષણ આપવાનું કહયું છે.

સમિતીએ સ્નાતક પ્રોગ્રામમાં ત્રણ અને ચાર વર્ષીય ડીગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી એક વર્ષમાં સીધો માસ્ટર ડીગ્રી કરી શકે એમ ફીલ પ્રોગામને બંધ કરવાની ભલામણ કરાઇ છે. બેચલર ઓફ લીબરલ આર્ટસનો કોર્સ શરૂ કરવાની ભલામણ પણ  કરાઇ છે.

(11:36 am IST)