Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

શિવસેનાની માન્યતા રદ્દ કરોઃ ચૂંટણીપંચ સમક્ષ માંગ થઇ

સામનામાં ચૂંટણી પંચને સત્તાધારી પક્ષની રખૈલ દર્શાવી છે

નવી દિલ્હી તા. ૧ : શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ થઇ છે. સેન્ટર ફોર એકાઉન્ટેબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ છે. આવેદનમાં શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીય લેખોનો ઉલ્લેખ છે. જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે.

(5:11 pm IST)