Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

યુપીમાં ભાજપMLAએ બાબાસાહેબની મૂર્તિને દૂધથી નવડાવી ભગવો પહેરાવ્‍યો

આંબેડકરનગર (યુપી)  તા.૧: યુપીના આંબેડકરનગરમાં ટાંડાના ભાજપ ધારાસભ્‍ય સંજુદેવીએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને દૂધથી નવડાવ્‍યા પછી ભગવાં વષાો પહેરાવી દેતાં વિવાદ સર્જાયો છે. ગુરુવારે સંજુદેવીએ ભાજપ કાર્યકર્તાઓ સાથે ટાંડાના થિરુઆ ખાતે ડો. આંબેડકરની મૂર્તિને મંત્રોચ્‍ચાર કરી દૂધથી નવડાવી, ચંદન-તિલક કર્યા અને પછી ભગવાં વષાો પહેરાવી દીધા હતાં. આ ઘટના અંગે બસપાએ વિરોધ દર્શાવ્‍યો છે તો, સંજુદેવીનું કહેવું છેકે વડાપ્રધાન મોદીના સ્‍વચ્‍છ ભારત અભિયાન હેઠળ તેમણે આવું કયું છે. ભગવા વષાો અંગે તેમણે કહયું કે ભગવો કલર કોઇ વિશેષ ધર્મ કે પક્ષનો રંગ નથી.

(12:41 pm IST)