Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

એક જ વર્ષમાં યુપીમાં ભાજપ હાંફી ગઈ :યોગીરાજમાં પાંચ પેટાચૂંટણીમાં ભાજપનો ચારમાં પરાજય : એકમાં વિજય

 

લખનૌ :છેલ્લા એક વર્ષર્થી  ઉત્તરપ્રદેશમાં સત્તારૂઢ થયેલ યોગી આદિત્યનાથના શાસનમાં યોજાયેલી પાંચ પેટા ચૂંટણીમાં ભાજપનો ચાર બેઠકોમાં પરાજય થયો છે જયારે એક વિધાનસભાની સીટમાં વિજય થયો છે યુપીમાં 2017ની વિધઆનસભા ચૂંટણીમાં મોદી લહેરની અસર રહી અને ભાજપ જબરદસ્ત બહુમતી સાથે સરકારની રચના કરી. જો કે એક વર્ષની અંદર ભાજપ હાંફતી જોવા મળી રહી છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ ઉત્તરપ્રદેશમાં ત્રણ લોકસભા અને બે વિધઆનસભા પેટા ચૂંટણી યોજાઇ છે. જેમાં ભાજપ ચાર પેટા ચૂંટણી હારી ચુકી છે. જ્યારે માત્ર એક વિધાનસભા ચૂંટણી પર જીત મેળવી શકે છે.

(12:00 am IST)