Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

એલઓસી પર બેફામ તોપમારો : ડઝનેક પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો : સરહદ પાર લૉન્ચપેડ અને અનેક ચોકીઓ નષ્ટ કરાઈ

( સુરેશ એસ,ડુગ્ગર દ્વારા ) જમ્મુ : પાકિસ્તાન સાથે જોડાયેલ 814 કી,મી,લાંબી એલઓસી પર રહેતા લોકો માટે બીજી મુસીબત આવી છે એકતરફ કોરોનાની દહેશત છે તો બીજીતરફ પાકિસ્તાની સેના દ્વારા બેફામ તોપમારો કરાઈ રહયો છે ત્યારે રાજૌરી,પુછ ,અને બારામુલ્લાને અડીને કેટલાય સેક્ટરમાં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ડઝનેક સૈનિકોનો ખાત્મો બોલાવ્યો છે અને કેટલાય આતંકી પેડ અને સીમા ચોકીઓને નષ્ટ કરી નાખી છે

 રાજૌરી પૂછ અને બારામુલ્લાના અડીને કેટલાય સેકટરોમાં એલઓસી નજીકના ગામમાં પાકિસ્તાને તોપમારો કર્યો હતો કાલે એક 12માં ધોરણનો વિદ્યાર્થી મૃત્યુ આપમયો હતો જોકે ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો

 ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની ચોકીઓ અને બંકરોને મોટું નુકશાન પહોચાડ્યું હતું

(10:28 pm IST)