Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

હોન્ડા ટુ વ્હીલર્સ દ્વારા ભારત માટે નવા મેનેજમેન્ટની ઘોષણા

વી.શ્રીધર સીનિયર ડાયરેક્ટર બન્યાં :એચએમએસઆઈના નવા પ્રેસિડન્ટ આત્સુશી ઓગાતા

અમદાવાદ,તા.હોન્ડા મોટર કંપની લિમિટેડ આજે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)માં નવા ટોપ મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. શ્રી આત્સુશી ઓગાતાએ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડન્ટ, સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. શ્રી ઓગાતા હોન્ડા મોટર કંપની, જાપાનમાં ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ પણ છે. શ્રી ઓગાતા હવે શ્રી મિનોરુ કાટાનો અનુગામી બનશે, જેઓ છેલ્લાં વર્ષથી ભારતમાં હોન્ડાની ટૂ-વ્હીલર કામગીરી સંભાળી રહ્યાં છે. શ્રી કાટો મેથી જાપાન પરત ફરશે, જેમને હોન્ડા મોટર કંપની, જાપાનમાં ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ અને ચીફ ઓફિસર લાઇફ ક્રિએશન તરીકે પ્રમોટ કરવામાં આવ્યાં છે.

       વર્ષ ૧૯૬૨માં જન્મેલા શ્રી ઓગાતાએ એમની કારકિર્દી વર્ષ ૧૯૮૫માં હોન્ડા જાપાનમાં શરૂ કરી હતી. વર્ષ ૨૦૦૦માં શ્રી ઓગાતા હોન્ડા મોટર યુરોપ લિમિટેડ (એચએમઈ)માં મોટરસાયકલ સેલ્સ ડિવિઝનના જનરલ મેનેજર તરીકે યુરોપ ગયા હતા, જ્યાં તેમણે આગામી વર્ષથી વધારે સમય જર્મની અને ફ્રાંસમાં અનુક્રમે એચએમઈના નધર્ન અને સધર્ન ઓપરેશન હેડક્વાર્ટરમાં અનુભવ મેળવ્યો હતો. પછી વર્ષ (૨૦૦૬-૨૦૧૫) તેમણે ચીનમાં હોન્ડાનાં સંયુક્ત સાહસની કંપનીઓમાં હોન્ડા ટૂ-વ્હીલરના વેચાણને વેગ આપ્યો હતો. પ્રથમ વર્ષ સુન્દિરો હોન્ડા કંપની લિમિટેડ (શાંઘાઈ, ચીન)માં સેલ્સ ડિવિઝનમાં જનરલ મેનેજર તરીકે જવાબદારી સંભાળ્યા પછી તેઓ વુયાંગ હોન્ડા મોટર કંપની (ગુઆંગ્ઝો, ચીન)ના પ્રેસિડન્ટ બન્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં તેઓ મોટરસાયકલ ઓપરેશન ઓફિસના જનરલ મેનેજર તરીકે જાપાન પરત ફર્યા હતા.

        વર્ષ ૨૦૧૮માં શ્રી ઓગાતાએ એશિયા હોન્ડા મોટર કંપની લિમિટેડ (થાઇલેન્ડ)માં મોટરસાયકલ અને પાવર પ્રોડક્ટ્સ એમ બંને બિઝનેસ માટે હોન્ડાની રિજનલ કામગીરીઓ (એશિયા અને ઓશેનિયા રિજન)ના ડાયરેક્ટરની જવાબદારી સંભાળી હતી. પછી વર્ષ ૨૦૧૯માં પ્રોફાઇલમાં એમને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. યુરોપ, જાપાન, ચીન તથા એશિયા અને ઓશેનિયામાં હોન્ડામાં ૩૫ વર્ષની કામગીરીના બહોળા અનુભવ સાથે શ્રી ઓગાતા હવે ભારતમાં આવશે અને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નવા પ્રેસિડન્ટ, સીઇઓ અને એમડી તરીકે તથા હોન્ડા મોટર કંપની લિમિટેડનાં ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જવાબદારી સંભાળશે.

(9:54 pm IST)