Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

એમેઝોન-ફલીપકાર્ટ જેવા ધુરંધર ઇ-કોમર્સ જાયન્ટોને ભરી પીવા દેશના ૭ કરોડ વેપારીઓનું સંગઠન મેદાને

૧ મહિનામાં ભારત માર્કેટ ડોટ કોમ નામનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે

એમેઝોન, ફલીપકાર્ટ જેવા જાયન્ટોને દેશના ૭ કરોડ નાના વેપારીઓ ઇ-કોમર્સ ફાઇટ આપવા સજજ થયા છે. વેપારીઓના ઓલ ઇન્ડિયા સંગઠન ''કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ આ માટે ભારત માર્કેટ ડોટ કોમ નામની ઇ-કોમર્સ માર્કેટ પ્લેસ ઉભી કરી છે. એક મહિનામાં તે લોન્ચ થઇ જશે. જે દેશના લાખો કિરાણા દુકાનોને ડીજીટલ કોમર્સથી જોડી દેશે. વીડીયો બ્રીફીંગ દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ.

સીએઆઇટીના જનરલ સેક્રેટરી શ્રી પ્રવિણ ખંડેલવાલ અને અન્ય સભ્યોએ કહેલ કે આ પોર્ટલ વેપારીઓ માટે, વેપારીઓ વડે અને વેપારીઓનું બની રહેશે. સ્થાનીક દુકાનો આ પોર્ટલ થકી ગ્રાહકોના ઓર્ડરો જોઇ શકશે. અને ૨ કલાકમાં માલ ડીલીવર કરી શકશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા દ્વારા પ્રમોટ કરવામાં આવેલ છે. અને ઇન્વેસ્ટ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રોડકટસ ડીસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન તથા આવાના ઇન્ડિયાએ તેને સાથ આપ્યો છે.

(4:01 pm IST)