Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જલ્દી ખતમ થઇ જશે કોરોના

મોટાભાગના રાજયોમાં ૭ મે પછી નહિ નોંધાય નવા કેસ

નવી દિલ્હી, તા.૧: કોરોના વાયરસની મહામારી જલદી ખતમ થઈ જવાનું અનુંમાન લગાવવામાં આવી રહ્યું છે. એક સ્ટડીમાં આ સંભાવના વ્યકત કરવામાં આવી છે. મુંબઈ સ્કૂલ ઓફ ઈકોનોમિકસ એન્ડ પબ્લિક પોલિસી (MSEPP)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જલદી મોટાભાગના રાજયોમાંથી ૭ મેથી કોરોના વાયરસના નવા કેસ આવવાનું બંધ થઈ જશે.

જોકે, વધુ વસ્તી ધરાવતા મહારાષ્ટ્ર, ઉત્ત્।રપ્રદેશ અને બિહાર જેવા રાજયોએ થોડી વધારે રાહ જોવી પડી શકે છે. MSEPPએ આ રિપોર્ટ તૈયાર કરવામાં રાજય સરકારો તરફથી ઉઠાવેલા પગલાને ધ્યાનમાં રાખ્યા છે. અર્થશાસ્ત્રી નીરજ હાતેકર અને પલ્લવી બેલહેકરે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

તેમણે ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાં ફેલાયેલા કોરોના સંક્રમણની પેટર્નનો અભ્યાસ કર્યો. આ રીતે સૂક્ષ્મજીવોનું સ્ક્રમણ ફેલાવે છે તે આંકડાને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટને The end is near: corona stabilizing in most Indian states (અંત નજીક છેઃ મોટાભાગના ભારતીય રાજયોમાં કોરોના સ્થિર થશે) રાખવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ દેશના ૧૧ રાજયો એવા છે, જયાં ૭ મે સુધીમાં નવા કેસ આવવાનું બંધ થઈ જશે. હાતેકર અને બેલહેકરે જણાવ્યું કે ભારતમાં ૨૧ મે સુધીમાં એક પણ નવો કેસ નહીં આવે.

જોકે, આ રિપોર્ટમાં ચેતવણી પણ વ્યકત કરાઈ છે કે પ્રવાસી મજૂરોને તેમના દ્યરે પહોંચાડવામાં મોટી અડચણ ઉભી થઈ શકે છે. લોકડાઉનના કારણે જે અત્યાર સુધીમાં ફાયદો મળ્યો છે, તેના પર ફરી પાણી ફરી શકે છે અને નવા કેસમાં વધારો થઈ શકે છે.હાતેકરે કહ્યું, 'એ સત્ય નથી કે કોરોનાના સંક્રમણ દરમિયાન એક એકસપોનેન્શિયલ પાથ (સમય સાથે ઝડપથી કેસ વધવા)નું અનુસરણ કરે છે. શરુઆતમાં વૃદ્ઘિની ગતિ વધશે અને પછી ઘટશે. ૨૧ મે સુધીમાં મહારાષ્ટ્રમાં કેસનો આંકડો ૨૪,૨૨૨ સુધી પહોંચી શકે છે અને તે પછી નવા કેસ આવવાનું બંધ થઈ જશે. ગુજરાતમાં ૭ મે સુધીમાં સંક્રમિત કેસોની સંખ્યા વદીને ૪૮૩૩૫૨ પહોંચી શકે છે.

(3:45 pm IST)