Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ઝોન નક્કી કરવાનો માપદંડ શું ? અમુક ઓછા કેસવાળા જિલ્લા રેડમાં, વધુ કેસવાળા ઓરેંજમાં

પ૮ કેસવાળો રાજકોટ જિલ્લો ઓરેંજ ઝોનમાં, ર૮ કેસવાળો બનાસકાંઠા જિલ્લો રેડ ઝોનમાં : સાબરકાંઠા અને પોરબંદરમાં ૩-૩ કેસ છતાં એક ઓરેંજમાં, એક ગ્રીન ઝોનમાં

રાજકોટ, તા. ૧ :  ભારત સરકારે આજે કોરોનાની તીવ્રતાની દૃષ્ટિએ જિલ્લાઓ કલરવાઇઝ જાહેર કર્યા છે. રેડ ઝોન એટલે સૌથી ખરાબ સ્થિતિ, ઓરેંજ ઝોન એટલે મધ્યમ સ્થિતિ અને ગ્રીન ઝોન એટલે સારી સ્થિતિ તેમ માનવામાં આવે છે. તેના આધારે છુટછાટનો નિર્ણય થશે.  માત્ર સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો ગુજરાતના ઝોન નક્કી કરવાથી આશ્ચર્ય સર્જાયુ છે. વિધિવત ગાઇડલાઇન હવે પછી બહાર પડશે. આજે જાહેર થયેલ યાદીમાં ગુજરાતના ૯ જિલ્લા રેડ, ૧૯ જિલ્લા ઓરેંજ અને પ જિલ્લા ગ્રીન ઝોનમાં આવ્યા  છે. ખરેખર ઝોન નક્કી કરવાનો સંખ્યા ઉપરાંત ભોગોલિક કે અન્ય કોઇપણ માપદંડ હશે ? તેવો સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.

૩૪ કેસ ધરાવતો પંચમહાલ જિલ્લા રેડ ઝોનમાં મુકાયો છે. પ૮ કેસ વાળો રાજકોટ જિલ્લા ઓરેંજ ઝોનમાં આવી ગયો છે. ગીર-સોમનાથ-૩ તથા ડાંગમાં ર અને તાપી-જામનગર- સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ છે તેનું નામ ઓરેંજ ઝોનમાં છે. મોરબીમાં ૧ અને પોરબંદરમાં ૩ કેસ હોવા છતાં બન્ને જિલ્લા ગ્રીન ઝોનમાં આવેલ છે.  જુનાગઢ-દ્વારકા તથા અમરેલીમાં એકેય કેસ ન હોવાથી તે ગ્રીન ઝોનમાં આવે તે સ્વભાવિક છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર વિગેરે રેડ ઝોનમાં છે.

(3:12 pm IST)