Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

રાજકોટ ઓરેન્જ ઝોનમાં: નિયંત્રણો સાથે મળશે છુટછાટ

કેન્દ્ર સરકારે ઝોન મૂજબ જિલ્લાઓની યાદી બહાર પાડીઃ મોરબી-અમરેલી-પોરબંદર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં : જામનગર-સુરેન્દ્રનગર-રાજકોટ-કચ્છ સહિતના ૧૯ જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં: અમદાવાદ-સુરત-વડોદરા-ભાવનગર-ગાંધીનગર સહિત ૯ જિલ્લાઓ રેડઝોનમાં : દેશના ગ્રીન ઝોનવાળા ૩૧૯ જિલ્લાઓને ત્રીજી મે પછી લોકડાઉનમાં મળી શકે છે છુટઃ ગ્રીનઝોનના જિલ્લાઓને સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક સાથે છુટ મળશેઃ રેસ્ટોરન્ટ, ઠંડાપીણા-આઇસ્ક્રીમ-મોલ બંધ રહે તેની વકીઃ રેડઝોનમાં લોકડાઉનનો કડક અમલ થશેઃ કેન્દ્રના આધારે રાજય સરકાર ગાઇડલાઇન્સ જાહેર કરશે

નવી દિલહી તા. ૧ : ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૩પ૦૦૦ને પાર કરી ગઇ છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આમાંથી રપ૦૦૦ એકટીવ કેસ છે. ૮૮૮૮ તે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે અત્યાર સુધીમાંં ૧૧૪૭ લોકોના મોત થયા છે. દરમ્યાન કેન્દ્ર સરકારે દેશના જીલ્લાઓને ૩ ઝોનમાં વહેંચ્યા છે. રેડ ઝોનમાં ૧૩૦ જિલ્લા જાહેર કર્યા છે ઓરેન્જ ઝોનમાં ર૮૪ જિલ્લામાં અને ગ્રીન ઝોનમાં ૩૧૯ જિલ્લાઓને રાખ્યા છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકતા, બેંગ્લોર, અમદાવાદ, રેડઝોનમાં છે. ગુજરાતના ૯ જિલ્લાઓને રેડઝોનમાં રખાયા છે. રંગીલા રાજકોટને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવેલ છેજયાં નિયંત્રણો સાથે છુટછાટ મળી શકે છે. ગુજરાતના ૯ જિલ્લા રેડમાં ૧૯ ઓરેન્જ અને પ જિલ્લા ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. ગ્રીન ઝોનમાં મોરબી, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર સહિત ૯ને રેડઝોનમાં તથા રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ જામનગર, સુરેન્દ્રનગરને સહિત ૧૯ જિલ્લાઓને ઓરેન્જ જિલ્લામાં રખાયા છ.

કેન્દ્ર સરકારે લોકડાઉનનો અંત કરવાને લઈને ફરી એકવાર ઝોન મુજબ જિલ્લાઓની યાદી બહાર પાડી છે. જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ કોરોનાની અસરકારકતાને લઈને ઝોન પાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદી અનુસાર ગુજરાતમાં રેડ ઝોનમાં ૫ના બદલે હવે ૯ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટનો રેડના બદલે ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી રેડ ઝોનમાં ૯ જિલ્લા, ઓરેન્જમાં ૧૯ અને ગ્રીનમાં ૫ જિલ્લાનો સમાવેશ થાય છે. લોકડાઉન ઉઠાવી લીધા બાદ રેડ ઝોનને કંઈ જ રાહત નહીં મળે જયારે ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનને આંશિક રાહતો મળવાની શકયતા છે.

કયા જિલ્લા કયા ઝોનમાં

રખાયા? રેડ ઝોનૅં

અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી

ઓરેન્જ ઝોન

રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર

ગ્રીન ઝોન

મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા

દેશમાં આટલા જિલ્લા છે રેડ ઝોનમાં

સ્વાસ્થ્ય મંત્રાલયે હજુ પણ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્ત્।ા, હૈદરાબાદ, બેંગલુરૂ, અમદાવાદને રેડ ઝોનમાં રાખ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રના ૧૪, દિલ્હીના ૧૧, તમિલનાડુના ૧૨, ઉત્તર પ્રદેશના ૧૯, બંગાળના ૧૦, ગુજરાતના ૯, મધ્ય પ્રદેશના ૯, રાજસ્થાનના ૮ જિલ્લા રેડ ઝોનમાં સામેલ છે. બિહારના ૨૦, ઉત્તર પ્રદેશના ૩૬, તમિલનાડુના ૨૪, રાજસ્થાનના ૧૯, પંજાબના ૧૫, મધ્ય પ્રદેશના ૧૯, મહારાષ્ટ્રના ૧૬ જિલ્લા ઓરેન્જ ઝોનમાં સામેલ છે. અસમના ૩૦, છત્તીસગઢના ૨૫, અરૂણાચલ પ્રદેશના ૨૫, મધ્ય પ્રદેશના ૨૪, ઓડિશાના ૨૧, ઉત્તર પ્રદેશના ૨૦, ઉત્તરાખંડના ૧૦ જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ છે.

ગ્રીન ઝોન જીલ્લાઓને ત્રીજી પછી મોટા ભાગની છુટ મળશે. ઓરેન્જ ઝોનમાં નિયંત્રણો સાથે છુટ મળશે. એટલે કે શાળા, કોલેજો, કલાસ, રેસ્ટોરન્ટ, જીમ, ઠંઠા પીણા આઇસ્ક્રીમને મંજુરી નહિ મળે. સોશ્યલ ડીસટન્સ રાખવુ પડશે. માસ્ક પહેરવો પડશે. જયારે રેડઝોનમાં લોકડાઉનનો કડક અમલ થશે.

(3:11 pm IST)