Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ચીનના ચાર મુખ્ય શહેરોમાં ફકત ડીજીટલ કરન્સીની ટ્રાયલ

આમ કરનાર વિશ્વની પહેલી અર્થવ્યવસ્થા

Alternative text - include a link to the PDF!

બેઇજીંગ,તા.૧: ચીન આગામી સપ્તાહથી ચાર મુખ્ય શહેરમાં પોતાની નવી ઓફીશ્યલ ડીજીટલ કરન્સીની ટ્રાયલ શરૂ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનની સેન્ટ્રલ બેંક ઇ-આરએમલી (ચીની કરન્સી આરએમબીનું ડીજીટલ રૂપ)ને વિકસીત કરવામાં લાગેલી હતી. જો તે સફળ થશે તો ડીજીટલ કરન્સી સંચાલિત કરનાર ચીન પહેલી અર્થવ્યવસ્થા બનશે.

જે ચાર શહેરોમા ંચીન આ ટ્રાયલ શરૂ કરવાનું તેમાં શેન્જેન, સૂજૌ, ચેગ્દ્ર અને શિઆંગોન સામેલ છે. બેજીંગના ઉપનગર કહેવાતા આ ચારે શહેરો ૨૦૨૨ના બીજીંગ શીતકાલીન ઓલમ્પિકના કેટલાય આયોજનોની મીજબાની કરશે. ચીનના સરકારી અખબાર ચાઇના ડેઇલી અનુસાર મે મહીનાથી ચારેય શહેરોમાં કેટલાક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પગાર ડીજીટલ કરન્સીમાં અપાશે. સુજૌ શહેરમાં પરિવહન સબસીડી પણ આ કરન્સીમાં જ આપવામાં આવશે. પણ શિઆંગમાં તેનો મુખ્ય ઉપયોગ ભોજન અને રીટેલ ક્ષેત્રમાં થશે.

(2:59 pm IST)