Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દિલ્હી- એનસીઆરમાં આંધી અને વરસાદ સાથે કરા પડયા

નવીદિલ્હીઃ દિલ્હી- એનસીઆરમાં ગઈકાલે સાંજે જોરદાર આંધી ફુંકાવા સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ફરિદાબાદ, ગુરૂગ્રામ, ગ્રેટર નોઈડા અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં હજી વરસાદ થવાની સંભાવના છે.

(2:58 pm IST)