Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

" કરો - ના દાન " : યુ .એસ.એ.માં વસતા જરૂરિયાતમંદ લોકોની વહારે ગુજરાતી કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકા : 3 મે રવિવારના રોજ સુવિખ્યાત ગુજરાતી ગાયકોના કંઠે ભજન, ફોક મ્યુઝિક તથા જૈન સ્તવનનો લહાવો : TVAshia, તથા યુટ્યુબ ઉપર રાત્રે 8 કલાકે ( E.T. ) નોનસ્ટોપ સતત 2 કલાક સુધી મનોરંજનની મહેફિલ : શો દ્વારા થનારી તમામ 100 ટકા આવક ચેરિટી માટે વપરાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : યુ.એસ.એ.માં વસતા જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે 3 મે રવિવારના રોજ ગુજરાતી કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ચેરિટી શો નું આયોજન કરાયું છે.TVAsia તથા યુટ્યુબ ઉપર રાત્રે 8 કલાકે ( E.T.) અથવા સાંજે 5 કલાકે ( P.T. ) ટાઈમ મુજબ રજુ થનારા આ પ્રોગ્રામમાં સુવિખ્યાત ગાયકોના કંઠે ભજન, ફોક મ્યુઝિક ,તથા જૈન સ્તવનનો લ્હાવો લેવાની તક મળશે. સતત 2 કલાક સુધી યોજાનારી મનોરંજનની આ મહેફિલ દ્વારા થનારી તમામ 100 ટકા આવક ચેરિટી માટે વપરાશે.કાર્યક્રમ માણવા માટે gujaratisocal.org ઉપર લોગીન કરવાનું રહેશે.જે નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે.તેને આ સત્કાર્યમાં ડોનેશન આપી સહકાર આપો.

કાર્યક્રમમાં મનોરંજનનો રસથાળ પીરસનારા કલાકારોમાં ઓસમાણ મીર, સાઈરામ દવે, ગીતા રબારી, કાજલ ઓઝા વૈદ્ય, કિર્તીદાન ગઢવી, અતુલ પુરોહિત, કૈરવી બુચ, તથા માયા દિપક અને તેઓની ટીમનો સમાવેશ થાય છે.

શ્રી પ્રમોદ મિસ્ત્રી અને શ્રી અમિત પાઠક આયોજિત આ પ્રોગ્રામ અંગે  વિશેષ જાણકારી માટે શ્રી પ્રમોદ મિસ્ત્રી 213-610-5824 ,શ્રી મહેશ વાઢેર 909-376-4027, શ્રી કનકસિંહ ઝાલા 818-644-2826, ડો.વિઠ્ઠલભાઈ ધડુક 570-815-1627, શ્રી અમિત પાઠક 917-660-9460, શ્રી મહેશ પટેલ ( પ્રેસિડન્ટ sfo ગુજરાતી સમાજ ) 510-502-0405, શ્રી હર્ષદ ( પકાજી ) પટેલ ( પ્રેસિડન્ટ ગુજરાતી સમાજ, ન્યુયોર્ક )  917-697-8820, શ્રી હેમંત બ્રહ્મભટ્ટ ( શિકાગો )  732-552-6083, શ્રી ચિરાગ ઠક્કર ( એટલાન્ટા ) 732-236-3209, નો સંપર્ક સાધી શકાશે

ડોનેશન માટે સુશ્રી હેમા ચૌહાણ 949-394-1412, શ્રી અધીર શાહ 714-213-3288, શ્રી  મેહુલ પંચાલ ( કેનેડા ) 416-660-7905, તથા શ્રી અશ્વિન અમીન ( કેનેડા ) નો સંપર્ક સાધી શકાશે

5 હજાર ડોલરથી વધુ ડોનેશન આપનાર દાતાઓના નામ ટીવી ઉપર પ્રસારણ દરમિયાન રજુ કરાશે

આ પ્રોગ્રામ  સમગ્ર વિશ્વમાં વસતા લાખો ગુજરાતીઓ નિહાળશે

સત્કાર્ય માટે દરેક સમાજ જુદું જુદું ડોનેશન કરે તેને બદલે આપણે સહુ સાથે મળી એક ગુજરાતી કોમ્યુનિટીના નાતે મોટી રકમનું ડોનેશન કરીએ તેવી અપેક્ષા પ્રોગ્રામ સ્પોન્સર કરવા બદલ અમો TVAsia ના આભારી છીએ.

(2:08 pm IST)