Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાના ડરથી અમેરિકામાં રોજ લાખો પ્રાણીઓની કતલ

કોરોના સંક્રમણના ડરથી અમેરિકામાં રોજ લાખો પ્રાણીઓની કતલ : જાનવરોને મીટ માટે નહિં પણ તેમની સંખ્યા ઓછી કરવા પ્રયાસ : કોરોના સંક્રમણના કારણે કતલખાના બંધ પડ્યા છે : શટડાઉનના કારણે મીટનો વેપાર સંપૂર્ણ ઠપ્પ

વોશિંગ્ટનઃ  કોરોના વાયરસના સંક્રમણના ડરથી અમેરિકી એનિમલ ફાર્મ્સમાં દરરોજ લાખો જાનવરો મારવામાં આવી રહ્યા છે. આ જાનવરોને મીટ માટે નહીં પણ તેમની સંખ્યા ઓછી કરવા માટે દરરોજ મારવામાં આવી રહ્યા છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કારણે કતલખાના બંધ પડ્યા છે. શટડાઉનના કારણે મીટનો વેપાર પૂરી રીતે ઠપ પડ્યો છે. આવામાં એક રીતે મીટની ખોટ છે અને તેની કિંમતમાં ઉછાળાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. પ્રાણીઓ પાળનાર ખેડૂતો પોતાના જાનવરોની સંખ્યા ઓછી કરવા માટે તેમને મારવામાં આવી રહ્યા છે.

 ધ ગાર્જિયનના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ૨૦દ્મક મોટા કતલખાના બંધ કરવામાં આવ્યા છે. જોકે તેમાંથી કેટલાક કતલખાનાને ફરીથી ખોલવાના શરુ કર્યા છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાનુની આદેશ પાસ કરીને કતલખાનાને ખોલવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે આનાથી મીટનો વેપાર કરનારી કંપનીઓને ફાયદો થશે. તેમનો બિઝનેસ ચાલતો રહેશે. એક આંકડા પ્રમાણે અમેરિકામાં ૨૦ લાખ પ્રાણીઓને તેમના ફાર્મમાં જ મારી નાખવામાં આવ્યા છે. આ આંકડો વધી શકે છે. 

અમેરિકામાં જાનવરોને મારવા માટે બે રીત અપનાવવામાં આવે છે. એક તો તેમને ફોમથી ઢાંકીને દમ દ્યોંટીને મારવામાં આવે છે અથવા હવા આપવાનું બંધ કરીને તેમને મારવામાં આવે છે.

(12:54 pm IST)