Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

નાસાએ વનીઝા રૂપાણીએ સુચવેલ 'ઇંજનુઇટી' નામ માર્સ હેલીકોપ્ટરને આપ્યું

ગુજરાતી મુળની કિશોરીએ અમેરીકાની 'નેમ ધ રોવર' ર્સ્પધા જીતી : વનીઝાએ ૨૮૦૦૦ સ્પર્ધકોને મ્હાત કર્યા

નવી દિલ્હીઃ અંતરિક્ષ એજન્સી નાસા (એનએએસએ)ના પ્રથમહેલિકોપ્ટરને નામ મળી ગયું છે. ગુજરાતી મૂળની ૧૭ વર્ષીય કિશોરીએ નાસાના માર્સ પર જનાર પ્રથમ હેલિકોપ્ટરનું નામ આપ્યું છે. વનીઝા  રૂપાણીના ફાળે  આ શ્રેય જાય છે. 

 અમેરીકાના નોર્થપોર્ટ અલ્બામામાં રહેતી જૂનિયર હાઇસ્ફૂલની વિદ્યાર્થિની રૂપાણીએ નાસાની 'નેમ ધ રોવર' સ્પર્ધામાં ભાગ લઇને આ સિદ્ઘિ હાંસલ કરી છે. નાસાના મંગલ હેલિકોપ્ટરને સત્ત્।ાવાર રીતે નામકરણ બાદ હવે 'ઇંજનુઇટી' કહેવામાં આવશે.

ઇંજનુઈટીનો અર્થ 'સરળતા' હોય છે. રૂપાણીએ સ્પર્ધા થકી હેલીકોપ્ટર માટે આ નામનું સૂચન કર્યું હતું, જેને સ્વીકાર કરી લેવાયું છે.

નાસાએ માર્ચમાં જાહેરાત કરી હતી કે તેના આગામી રોવરનું નામ 'પર્સવિરન્સ' હશે. જે સાતમા ધોરણના વિદ્યાર્થી એલેકઝેન્ડર મૈથરે રાખ્યું હતું.

  મંગળ ગ્રહ પર રોવરનીસાથે જનાર હેલિકોપ્ટરનું નામકરણ કરવાનો પણ નિર્ણય લીધો હતો. જેને રૂપાણીએ  જીતી લીધી હતી. નાસાએ ટ્વિટ કરીને નવું નામ 'ઇંજનુઇટી' જાહેર કર્યું છે.

 આ સ્પર્ધામાં કુલ ૨૮,૦૦૦ લોકો સામેલ થયા હતા. જેમાં અમેરિકાના દરેક રાજય અને ક્ષેત્રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રૂપાણીએ પોતાના નિબંધમાં લખ્યું હતું કે ઇજનુઇટી એવી વસ્તુ છે કે જે અદ્ભુત ચીજોને સિદ્ઘ કરવામાં લોકોની મદદ કરે છે.

(12:54 pm IST)