Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આ વાંદરાઓ પાસેથી શીખવા જેવા છે સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ નેટવર્કિંગ ટ્વિટર પર શેર કરેલા અરૂણાચલ પ્રદેશના ફોટોગ્રાફમાં વાંદરા શિસ્તબદ્ધ રીતે અંતર જાળવીને એક હરોળમાં બેઠેલા દેખાય છે. પ્રધાનશ્રીએ વાંદરાની બેસવાની પદ્ધતિ માટે ટિપ્પણ કરતી કમેન્ટ લખીને દેશના નાગરિકોને કોરોના લોકડાઉન દરમ્યાન અનિવાર્ય સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ 'માનવીના પૂર્વજો' પાસેથી શીખવાનો અનુરોધ કર્યો છે. અરૂણાચલ પ્રદેશની આસામ તરફની સરહદ પાસેના ભાલુકપોન્ગ વિસ્તારમાં એક વ્યકિત વાંદરાઓને કેળાં અને તરબૂચની ચીર આપી રહ્યો છે. એ ઘટનાની તસવીરમાં કેટલાંક વાંદરાના હાથમાં કેળાં કે તરબૂચની ચીર છે અને બીજા વાંદરા એમનો વારો આવે એની રાહ જોઇને બેઠા છે.

(12:52 pm IST)