Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

લોકડાઉન ૨.૦ પૂર્ણતાના આરેઃ જાણો કોરોના મામલે કયાં ઊભું છે ભારત

દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે દર ૧૫ દિવસે બે ગણી થઈ રહી છેઃ લોકડાઉન પહેલા તે માત્ર ૩.૪ દિવસમાં બે ગણી થઈ રહી હતી

નવી દિલ્હી,તા.૧: કોરોના વાયરસ ના સંક્રમણથી બચવા માટે દેશભરમાં હાલના દિવસોમાં ૩ મે સુધી લોકડાઉન લાગુ છે. એપ્રિલ મહિનો ખતમ થઈ ચૂકયો છે, એવામાં હવે લોકડાઉન પૂર્ણ થવામાં માત્ર ત્રણ દિવસ વધુ બાકી છે. ત્યારબાદ કેવા પ્રકારની છૂટ મળે છે તેને લઈને ગૃહ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. પરંતુ સવાલ ઊભો થાય છે કે શું ભારતને લોકડાઉનનો ફાયદો મળ્યો છે?

લોકડાઉનની અસર જોવા મળી રહી છેઃ ચેન્નઈમાં મૈથમેટિકલ સાયન્સના ડેટા સાયન્ટિસ્ટ સિતાભ્ર સિન્હાએ જણાવ્યું કે લોકડાઉનથી દશને ઘણો ફાયદો મળ્યો છે. કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં મોટો પાયે ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે સિન્હા કોમ્પ્યૂટર મોડલિંગ દ્વારા કોરોનાના દર્દીઓનું આકલન કરી રહ્યા છે.

ગુરુવાર સુધી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૩ હજારને પાર કરી ગઈ. અત્યાર સુધી એક હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂકયા છે. જયારે ૮ હજારથી વધુ લોકો સાજા થઈને ઘરે પરત ફરી ચૂકયા છે.

સંક્રમણ ફેલાવાની ઝડપમાં જોરદાર ઘટાડોઃ દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે દર ૧૫ દિવસે બે ગણી થઈ રહી છે. લોકડાઉન પહેલા તે માત્ર ૩.૪ દિવસમાં બે ગણી થઈ રહી હતી. જયારે ૨૭ એપ્રિલ સુધી તે ઝડપ ૧૦.૭૭ દિવસની હતી.

કોરોના સંક્રમણની ઝડપ સૌથી વધુ દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઓડિશામાં છે. અહીં ૧૧-૧૫ દિવસમાં દર્દીઓની સંખ્યા બે ગણી થઈ રહી છે.

જયારે તેલંગાણામાં દર્દીઓ ડબલ થવાની ઝડપ સૌથી ઓછી ૫૮ દિવસ છે. ત્યારબાદ કેરળ (૩૭.૫ દિવસ), ઉત્ત્।રાખંડ (૩૦.૩ દિવસ) અને હરિયાણા (૨૪.૪ દિવસ)નો નંબર આવે છે.

(11:42 am IST)