Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વૈશ્વિક મૃત્યુઆંક ૨.૩૪ લાખ : કુલ કેસ ૩૩.૦૮ લાખ

રશિયાના વડાપ્રધાન પણ કોરોના પોઝિટિવ : અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૧૦,૯૫,૦૦૦ને પાર

વોશિંગ્ટન તા. ૧ : વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૩,૦૮,૫૪૮ કુલ કેસ નોંધાયા છે તેમજ ૨,૩૪,૧૧૨ના મોત થયા છે. અમેરિકા તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે, અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦,૯૫,૨૧૦ થઇ છે. તેમજ મૃત્યુઆંક ૬૩,૮૬૧ થયો છે તેમજ ૧૦,૪૨,૯૫૩ લોકો સ્વસ્થ થયા છે.

રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિનને કોરોના પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ આઇસોલેશનમાં જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિખાઇલ મિશુસ્તિનના સાજા થવાની પ્રાર્થના કરી છે.

સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા ૨,૩૯,૬૩૯, ઇટાલીમાં ૨,૦૫,૪૬૩, લંડનમાં ૧,૭૧,૨૫૩, ફ્રાંસમાં ૧,૬૧,૧૭૮, જર્મનીમાં ૧,૬૩,૦૦૯ તેમજ રશિયામાં ૧,૦૬,૪૯૮એ પહોંચી છે. બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા ૮૭,૧૮૭ તેમજ ચીનમાં સંક્રમિતોની સંખ્યા ૮૨,૮૭૪ થઇ છે. મેકસિકોમાં કુલ કેસ ૧૯,૨૨૪ થયા છે.

અંગુલા, ગ્રીનલેન્ડ, કેરેબિયન આઇલેન્ડ, સેન્ટ બાર્ટ્સ અને સેન્ટલુસિયા તેમજ યમને કોરોનાનો સંપૂર્ણપણે ખાત્મો કર્યો છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ

દેશ

કુલ કેસ

મૃત્યુઆંક

અમેરિકા

૧૦,૯૫,૨૧૦

૬૩,૮૬૧

સ્પેન

૨,૩૯,૬૩૯

૨૪,૫૪૩

રશિયા

૧,૦૬,૪૯૮

૧૦૭૩

બ્રાઝીલ

૮૭,૧૮૭

૬૦૦૬

બેલ્જીયમ

૪૮,૫૧૯

૭૫૯૪

લંડન

૧,૭૧,૨૫૩

૨૬,૭૭૧

(11:42 am IST)