Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દેશમાં કોરોનાના કુલ કેસ ૩૫,૦૦૦થી વધુ : મૃત્યુઆંક ૧૧૫૯

બપોર સુધીમાં ૧૪૪ કેસ નવા નોંધાયા : ૯૧૭૭ લોકો કોરોના મુકત થયા

નવી દિલ્હી તા. ૧ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૫ હજારે પહોંચી છે. દેશનો કુલ મૃત્યુઆંક ૧૧૫૯એ પહોંચ્યો છે. બપોર સુધીમાં રાજસ્થાનમાં ૩૩, આંધ્રપ્રદેશમાં ૫, બંગાળમાં ૩૭, કર્ણાટકમાં ૧૧, બિહારમાં ૧ અને ઓડિશામાં ૨ નવા કેસોની પુષ્ટિ થઇ છે.

બીજી બાજુ પ.બંગાળમાં પણ ૧૧ દર્દીના જીવ ગયા. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં ૭, રાજસ્થાનમાં ૩, દિલ્હીમાં ૩, તેલંગાણામાં ૨, કર્ણાટક યુપીમાં ૧-૧નું મોત થયું છે. એ પહેલા બુધવારે પણ ૬૯ લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં સંક્રમણના ૬૯ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૭ના મોત થયા છે તેમજ કુલ સંક્રમિતોની સંખ્યા ૨૬૨૫એ પહોંચી છે.

યુપીમાં ૭૭ નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોમાં ૧૦૫૩ જમાતી અને તેના સંપર્કમાં આવેલા લોકો છે. ૫૫૧ લોકો સ્વસ્થ થયા છે. ૪૦ના મોત થયા છે. સંક્રમણ રાજ્યના ૭૫માંથી ૬૦ જિલ્લામાં ફેલાયેલો છે.

મહારાષ્ટ્રમાં ૫૮૩ નવા દર્દી મળ્યા. તેમાંથી ૨૫ કેસ મુંબઇના હોટસ્પોટ ધારાવીમાં સામે આવ્યા. ધારાવીમાં હવે સંક્રમિતોની સંખ્યા ૩૬૯ થઇ છે. બીજીબાજુ મહારાષ્ટ્ર સરકારે બીજા રાજ્યોમાં ફસાયેલા તેમના મજુરોને પાછા લાવવાની તૈયારી કરી લીધી છે.

રાજસ્થાનમાં સંક્રમણના ૧૪૪ કેસ નોંધાયા છે. તેમાંથી જોધપુરમાં ૫૮, જયપુરમાં ૧૪, અજમેરમાં ૪, ચિતૌડગઢમાં ૩, કોટા અને ટોંકમાં ૨-૨ જ્યારે અલવર અને ધૌલપુરમાં ૧-૧ દર્દી નોંધાયા. રાજ્યમાં ૫૮ના મોત થયા છે.

બિહારમાં ગઇકાલે ૨૨ નવા કેસ આવ્યા છે તેમજ બુધવારે ૩૭ પોઝિટિવ કેસ મળ્યા. તેમાંથી બકસરમાં ૧૪, દરભંગામાં ૪, પટણા અને રોહતાસમાં ૩-૩, ભોજપુર અને બેગુસરાયમાં ૨-૨ જ્યારે ઔરંગાબાદ સીતામઢી અને જોધપુરામાં ૧-૧ દર્દી નોંધાયા.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય

કુલ કેસ  મૃત્યુઆંક

 

મહારાષ્ટ્ર

૧૦૪૯૮

૪૫૯

તામિલનાડુ

૨૩૨૩

૨૭

દિલ્હી

૩૫૧૫

૫૯

રાજસ્થાન

૨૬૧૫

૬૧

તેલંગાણા

૧૦૩૮

૨૮

મધ્યપ્રદેશ

૨૬૨૫

૧૩૭

ઉત્તરપ્રદેશ

૨૨૧૧

૪૦

આંધ્રપ્રદેશ

૧૪૬૩

૩૩

ગુજરાત

૪૩૯૫

૨૧૪

કેરળ

૪૯૮

જમ્મુ-કાશ્મીર

૬૧૪

કર્ણાટક

૫૭૬

૨૨

હરિયાણા

૩૩૯

પંજાબ

૪૮૦

૨૦

પ.બંગાળ

૭૯૫

૩૩

બિહાર

૪૨૬

ઓડિશા

૧૪૫

ઉત્તરાખંડ

૫૭

-

આસામ

૪૩

હિમાચલપ્રદેશ

૪૦

ચંદીગઢ

૭૪

-

છત્તીસગઢ

૪૦

-

લદ્દાખ

૨૨

-

ઝારખંડ

૧૧૦

અંદામાન નિકોબાર

૩૩

-

પોંડીચેરી

-

ત્રિપુરા

-

અરૂણાચલપ્રદેશ

-

મિઝોરમ

-

મેઘાલય

૧૨

(3:44 pm IST)