Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

તમામ નવા સ્માર્ટ ફોનમાં આરોગ્ય સેતુ એપનું ઇન્સ્ટોલેશન ફરજિયાત કરાશે

સેતુ એપ દરેક નવા ફોનમાં ઇનબિલ્ટ રહેશે.

 

નવી દિલ્હી : તમામ નવા સ્માર્ટ ફોન સેટ અપ કરવામાં આવે અને તેનો વપરાશ શરૂ થાય તે પહેલાં તેમાં આરોગ્ય સેતુ એપ્લિકેશનનું ઇન્સ્ટોલેશન સરકાર દ્વારા ફરજિયાત બનાવવામાં આવી રહ્યું હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે

 . લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યા પછી વેચવામાં આવનાર તમામ ફોનમાં તેને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. દરેક વ્યક્તિએ એપનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને સેટ અપ કરાવવું પડશે. સરકાર દ્વારા આ માટે નોડલ એજન્સી નિમવામાં આવશે જે તમામ નવા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા સ્માર્ટફોન કંપનીઓનાં સંપર્કમાં રહેશે. આમ આરોગ્ય સેતુ એપ દરેક નવા ફોનમાં ઇનબિલ્ટ રહેશે.

 આરોગ્ય સેતુ એપ જ્યારથી પ્રસ્તુત કરાયું છે ત્યારથી દેશમાં ૭.૫ કરોડ યૂઝર્સે તેને ઇન્સ્ટોલ કર્યું છે. એકલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ ૫ કરોડ લોકોએ ઇન્સ્ટાલ કર્યું છે.

(8:40 am IST)