Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

બસોમાં નહિ ટ્રેન ચલાવો : બસમાં ઘરે મોકલવાનો 7 રાજ્યોએ કર્યો વિરોધ:કહ્યું-આમાં મહિનો લાગશે

બસમાં આ યાત્રા ઘણી લાંબી થશે. આવામાં કોવિડ 19 સંક્રમણ ફેલાવવાનો ખતરો રહેશે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લોકડાઉનના કારણે દેશના અલગ-અલગ ભાગમાં ફસાયેલા લોકોને ઘરે મોકલવાના મામલે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સરકારે રાજ્યોને કહ્યું હતું કે ફસાયેલો લોકોને બસો દ્વારા તેમના સ્થાન સુધી મોકલવાની વ્યવસ્થા કરે. હવે 7 રાજ્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ સાત રાજ્યોમાં તેલંગાણા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને બિહારનો સમાવેશ થાય છે. આ રાજ્યોનું કહેવું છે કે લોકોને બસોથી ઘરે મોકલવાનો નિર્ણય અવ્યવહારિક છે. આ પ્રક્રિયામાં મહિનો લાગી જશે. વિશેષ ટ્રેન ચલાવીને લોકોને ઘરે મોકલવાની માંગણી કરી છે.

 

આ મામલો કેબિનેટ સચિવની સાથે બધા રાજ્યોના પ્રમુખ સચિવોની બેઠકમાં પણ ઉછળ્યો હતો. આ મામલે કહેવામાં આવ્યું હતું કે સરકાર આ મામલે વિચાર કરશે. સૌથી પહેલા સરકારનો નિર્ણયનો વિરોધ કેરળ સરકારે કર્યો હતો. તેણે કહ્યું હતું કે લોકોને ઘરે મોકલવા માટે વિશેષ નોનસ્ટોપ ટ્રેન ચલાવવામાં આવે. બીજા રાજ્યોમાં જનારની સંખ્યા ઘણી વધારે છે. બસમાં આ યાત્રા ઘણી લાંબી થશે. આવામાં કોવિડ 19 સંક્રમણ ફેલાવવાનો ખતરો રહેશે.

 

(12:56 am IST)