Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દેશના સૌથી મોટા 53125 કરોડના રાઈટ્સ ઈશ્યૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડની મંજૂરી

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બોર્ડ મિટિંગમાં 53,125 કરોડ રૂપિયાના રાઈટ્સ ઈશ્યૂને મંજૂરી મળી ગઈ છે. આ માટે 1:15ના રેશિયો (15 શેરો રાખનારા રોકાણકારોને 1 શેર ખરીદવાની તક મળશે) નક્કી કરવામાં આવ્યો છે. આ રાઈટ્સ ઈશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવ ઉપર આવી રહ્યો છે.
  અત્રે ઉલ્લેખનયી છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 29 વર્ષમાં પહેલીવાર રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. આના પહેલા કંપનીએ 1991માં કન્વર્ટેબલ ડિબેન્ચર્સ થકી નાણાં એકઠાં કર્યા હતા. ત્યારબાદ એ ડિબેન્ચર્સને 55 રૂપિયાના દરે ઈક્વિટી શેરમાં ફેરવી દીધા હતા.

 શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ પૈસા એકઠાં કરવા માટે રાઈટ્સ ઈશ્યૂ લાવે છે. રાઈટ્સ ઈશ્યૂ થકી કંપનીઓ પોતાના અત્યારના શેરધારકોને શેર ખરીદવાની તક આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો પહેલાથી જો તમારી પાસે રિલાયન્સના શેર છે તો તમને રાઈટ્સ ઈશ્યૂ અંતર્ગત વધારે શેર ખરીદવાની તક મળે છે. રાઈટ્સ ઈશ્યૂ માટે સમયની જાહેરાત કંપની કરે છે. નક્કી સમયમાં રોકાણકારોને વધારાના શેર ખરીદવાની તક આપે છે.

(12:00 am IST)