Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પંજાબમાં કોરોનાને કાબુમાં કરવા મોટો નિર્ણંય :રાજ્યમાં આવનારા તમામને ૨૧ દિવસનું કોરોનટાઇન ફરજીયાત

સરહદ પર રોકીને જ સરકારી એકાંતવાસ કેન્દ્રો પર મોકલી દેવામા આવશે.

 

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે પ્રવાસી મજુરોને કહ્યું છે કે તે પંજાબ છોડીને ના જાય. રાજય સરકાર ઝડપથી તેમની મુશ્કેલીઓ દુર કરશે. સાથે તેમણે સંકેત આપ્યા છે કે નિષ્ણાતોના રીપોર્ટ બાદ સરકાર કર્ફ્યુંમાં છુટછાટ આપી શકે છે અને લોકડાઉનમા કેટલીક ઢીલ પણ આપી શકે છે.

ઉપરાંત પંજાબ સરકારે એક મોટું પગલું લેતા રાજય બહારથી આવનારા દરેક લોકો માટે ૨૧ દિવસનો કોરોનટાઈન ફરજીયાત કરી દીધું છે. આદેશ મહારાષ્ટ્રના નાંદેડ સાહેબથી પંજાબ પરત ફરેલા શ્રદ્ધાળુઓ કોરોના પોઝીટીવ આવ્યા બાદ આદેશ આપવામા આવ્યો છે. જેના પગલે આગામી દિવસોમા આવનારા અન્ય શ્ર્ધાળુઓ , કોટા રાજસ્થાનથી આવનારા વિધાર્થીઓને અને બીજા રાજયમાંથી આવનારા પંજાબી શ્રમિકોને સરહદ પર રોકીને સરકારી એકાંતવાસ કેન્દ્રો પર મોકલી દેવામા આવશે. જેના લીધે તે ૨૧ દિવસ સુધી બીજા લોકોને મળી ના શકે.

કેપ્ટન અમરિંદરસિંહે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે લોકડાઉનના હાલત જુલાઈ માસ સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ બાબત પર ધ્યાન દોર્યું છે કે તબલીગ જમાત બાદ હવે નાંદેડના ગુરુદ્વારા હુજુર સાહેબથી પરત આવી રહેલા શ્ર્ધાળુઓને લઈને રાજયમા કોરોના વાયરસનો ખતરો સામે આવી રહ્યો છે. આગામી દિવસોમા બહારના રાજયોમાંથી આવનારા લોકો જયારે પણ પંજાબ પરત ફરશે ત્યારે ખતરો વધી શકે છે. તેના લીધે રાજય સરકારે નિર્ણય લીધો છે કે આગામી દિવસમા આવનારા તમામ લોકોને એકાંતવાસમા રાખવામા આવે.

(11:07 pm IST)