Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

યુ.એસ.ના ન્યૂજર્સીમાં ઇન્ડિયન અમેરિકન દંપત્તિ મૃતક હાલતમાં મળી આવતાં અનેક તર્કવિતર્ક : 35 વર્ષીય મહિલા ગરિમા કોઠારીને 5 માસનો ગર્ભ હતો : એપાર્ટમેન્ટમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા પછી થોડીવારે તેના પતિનો મૃતદેહ હડસન નદીમાંથી મળી આવ્યો

ન્યુજર્સી : યુ.એસ.ના જર્સી સીટી ,ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન દંપત્તિ મૃતક હાલતમાં મળી આવતાં ભારે ચકચાર જોવા મળી રહી છે.
જર્સી સિટીમાં નુક્કડ રેસ્ટોરન્ટ ધરાવતી 35 વર્ષીય ઇન્ડિયન અમેરિકન મહિલા ગરિમા કોઠારીનો મૃતદેહ 28 એપ્રિલના રોજ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો.જેના શરીરના ઉપરના ભાગમાં ઘાવના નિશાન જોવા મળ્યા હતા.ત્યાર પછીની થોડી વારમાં જ તેના પતિ મનમોહન મોલનો મૃતદેહ પણ હડસન  નદીમાંથી મળી આવ્યો હતો
મહિલાને 5 માસનો ગર્ભ હતો દંપતીના મૃત્યુ અંગે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)