Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ અને તેમની ટીમનું પ્રશંસનીય કૃત્ય : સિનિયરો અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને વિનામૂલ્યે ગ્રોસરીનું વિતરણ

કેલિફોર્નિયા : વર્તમાન કોરોના વાઇરસના સંજોગોને કારણે બેકાર બની ગયેલા તથા મોટી ઉંમરના લોકોને મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ રામન કોલાદી તથા તેમની ટીમે પ્રશંસનીય પ્રવૃત્તિ હાથ ધરી છે. જે મુજબ ગરીબી રેખા હેઠળ જીવતા અને સીનીઅર લોકોને તેમના સ્થળ ઉપર જઈ વિનામૂલ્યે ગ્રોસરી વિતરણ શરૂ કરી દીધું છે.
 આ ટીમમાં સેવાઓ આપી રહેલા તમામ  સ્ટુડન્ટ્સ તથા વોલન્ટિયર્સ સગીર વયના છે.જેઓએ ઉપરોક્ત સેવા કાર્ય માટે નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશનની રચના કરી છે.

(6:44 pm IST)