Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દુબઇ સ્થિત ભારતીય મૂળની મહિલા ડોક્ટરને પોલીસની સલામ : કોરોના વાઇરસ સામે સેવાઓ આપવા બદલ માન આપ્યું

દુબઇ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયું છે તેવા સંજોગોમાં જાનના જોખમે સેવાઓ આપી રહેલા તબીબોને દરેક દેશમાં ખુબ માનથી જોવાઈ રહ્યા છે. આ સેવાઓ આપવામાં ભારતીય ડોક્ટરો અગ્ર સ્થાને છે.તેવા સંજોગોમાં દુબઈમાં સેવાઓ આપી રહેલા ભારતના હૈદરાબાદના વતની મહિલા તબીબ આયશા સુલતાનાને  પોલીસે સલામ ભરી તેમની કદર કરી હતી.જે જોઈને તેઓ ગદગદિત થઇ ગયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:25 pm IST)