Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમેરિકામાં આવતીકાલ શુક્રવારે 49 જેટલા મોલ ખુલ્લા મુકાશે : સિમન ગ્રુપના મોલ પણ 10 રાજ્યોમાં ખુલી જશે

વોશિંગટન : જે દેશમાં 11 લાખ જેટલા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.અને જ્યાં 61 હજાર ઉપરાંત લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે તે અમેરિકા દેશમાં આવતીકાલ શુક્રવારથી સીમન ગ્રુપ સહીત જુદી જુદી કંપનીઓના 49 જેટલા મોલ જુદા જુદા 10 રાજ્યોમાં ખુલ્લા મુકાશે

સિમન પ્રોપર્ટી ગ્રુપે મોલને ખોલવાને લઈને પોતાની ગાઈડલાઈન તૈયાર કરી લીધી છે. મોલના સિક્યુરિટી ઓફિસર્સ અને અહીં કામ કરનાર કર્મચારીઓ ગ્રાહકને સોશિયલ ડિસ્ટેંસિંગ અને હાઈજીન વિશે નિયમિત જણાવતા રહેશે. મોલની અંદર પ્લે ઝોન અને પીવાના પાણીની વ્યવસ્થા હાલ બંધ રહેશે. વોશરૂમમાં એક યુરિનલને છોડીને એક બંધ રહેશે.

જો કે આ યોજનાની સફળતા મોલ ઓપરેટર સાથે રિટેલર્સ અને ગ્રાહકો ઉપર નિર્ભર રહેશે. એ જોવાનું રહેશે કે મોલ ખોલ્યા પછી કેટલા દુકાનદાર પોતાની દુકાનો અહીં ખોલે છે અને કેટલા ગ્રાહકો અહીં ખરીદી કરવા માટે આવે છે. આ મોલમાં દુકાનો ચલાવનાર કંપની ગેપે કહ્યું કે તેઓ આ સપ્તાહ સુધી પોતાની દુકાનો નહીં ખોલે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)