Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ફાની તોફાનને પગલે રેલવેની 74 ટ્રેનો કેન્સલ: ભુવનેશ્વર, પુરી,હાવડા ,બેંગ્લોર,ચેન્નાઇ સિકંદ્રાબાદ સહિતના રૂટ બંધ

 

નવી દિલ્હી :ભારતીય રેલવેએફાનીતોફાનની ગંભીરતાને ધ્યાને લઈને 74 ટ્રેન રદ કરી નાખી છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભદરકથી વિજીયાનગરમ વચ્ચે ટ્રેનની સેવાઓ 2 મે ના રોજ સાંજથી બંધ થઈ જશે.

  ઇસ્ટ કોસ્ટ રેલવેએ યાત્રીઓને સલાહ આપી છે કે તે વાત ધ્યાનમાં રાખીને યાત્રાની તૈયારી કરે. સાથે ભુવનેશ્વર અને પુરી તરફ જનાર ગાડીઓ પણ 2 મે ના રોજ સાંજથી રદ રહેશે.

   ટ્રેનોને રદ કરવાના નિર્ણય પછી ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ 2 મે થી હાવડાથી ચાલશે નહીં. જ્યારે પુરીથી હાવડા સુધી જતી ગાડી 2 મે ના રોજ રાત્રે બંધ રહેશે. સાથે હાવડાથી બેંગલોર, ચેન્નાઈ અને સિકંદરાબાદ સુધી જનાર ગાડી પણ 2 મે ના રોજ સાંજથી રદ છે

   . ભુવનેશ્વર અને પુરીથી ચાલનાર બધી ગાડીઓ 3 મે ના રોજ રદ રહેશે. ભુવનેશ્વર અને પુરી સુધી જનારી ગાડીઓ પણ 3 મે ના રોજ રદ રહેશે.

(1:01 am IST)