Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર 72 કલાકનો પ્રતિબંધ

બાબરી મસ્જિદ ધ્વંસ કરવા અંગે વિવાદી નિવેદન બદલ ચૂંટણી આયોગની કાર્યવાહી

 

નવી દિલ્હી :ભાજપના ભોપાલ સીટ પરથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપર ચૂંટણી પંચે 72 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ ગુરુવારે સવારે 6 કલાકેથી શરુ થઈ જશેચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા પર કાર્યવાહી બાબરી મસ્જિદને લઈને આપેલ વિવાદિત નિવેદન પર કરી છે.

ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા પર ચૂંટણી પ્રચાર કરવા પર ત્રણ દિવસના પ્રતિબંધ લગાવવાની જાણકારી આપી હતી કે કાર્યવાહી ઠાકુરની ટિપ્પણી ઉપર કરવામાં આવી છે જેમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે બાબરી મસ્જીદ ધ્વંસ કરવા પર મને ગર્વ છે, તેનું નિવેદન આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે.

(12:54 am IST)