Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ચક્રવાતી તોફાન 'ફાની ' ત્રાટકવાની તૈયારી :ઓરિસ્સામાં અસર શરૂ :તટીય વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા

ભારતીય નૌસેનાણ પૂર્વી કમાન્ડમાં એરક્રાફ્ટ તૈયાર :કોસ્ટગાર્ડની 20 ટુકડીઓ તૈનાત :તોફાનને કારણે 103 ટ્રેનો કેન્સલ :તમામ ડોકટરો અને હેલ્થ સ્ટાફની રજા રદ

નવી દિલ્હી :બંગાળની ખાડીમાં બનેલા દબાણ ક્ષેત્રથી શરુ થયેલ ચક્રવાતી તોફાન ફાની ભીષણ રુપ લઈ શકે છે અને થોડીજ કલાકોમાં ત્રાટકવાની તૈયારીમાં છે જેને લઈને ભારતીય નૌસેના સહિત અન્ય આપદા પ્રબંધન દળ કોઈપણ સ્થિતિને નિપટવા તૈયાર છે.

  નૌસેનાના પૂર્વી કમાન્ડમાં એરક્રાફ્ટ તૈયાર રાખ્યા છે. કોસ્ટ ગાર્ડની 20 ટીમો લગાવવામાં આવી છે. ફાની તોફાનના કારણે અત્યાર સુધી 103 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં ફાની તોફાનની અસર દેખાવવાની શરુઆત થઈ ગઈ છે.

 તોફાનને જોતા ચૂંટણી પંચે ઓરિસ્સાના 11 જિલ્લામાં લોકસભા ચૂંટણી માચે લાગેલી આદર્શ આચાર સંહિતાને હટાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાહત અને બચાવ કાર્યને જોતા આચાર સંહિતા હટાવવાનો આદેશ આપ્યો છે

   ફાની તોફાનને જોતા ઓરિસ્સાના બધા ડોક્ટર અને હેલ્થ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને પણ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.
   ઓરિસ્સાના મૌસમ વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક એચઆર બિસ્વાસે કહ્યું છે કે ચક્રવાતી તોફાન ફાનીનો પ્રભાવ ગત વર્ષે આવેલા તિતલી તોફાનની સરખામણીએ વધારે ગંભીર છે. 2 મે ના રોજ દક્ષિણ તટીય જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય 3 મે ના રોજ બધા તટીય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના સીએમ નવિન પટનાયકે આ દરમિયાન લોકોને સર્તક રહેવાની અપીલ કરી છે.

(12:47 am IST)