Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

જુઓ વિડિઓ :અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ૨૫ કિલોમીટરનો મેગા જામ મોડી રાત સુધી ચાલુ: હજારો વાહનો ૮-૮ કલાકથી ફસાયેલા : પ્રચંડ રોષ પાણીની બોટલના બેફામ કાળાબજાર

અમદાવાદ : અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ  હાઇવે ઉપર ૨૫ કિલોમીટરનો મેગા જામ મોડી રાત સુધી ચાલુ: રહયો છે માર્ગમાં હજારો વાહનો - કલાકથી ફસાયેલા છે કલાકો સુધી વાહનો ફસાયેલા રહેતા લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે પાણીની બોટલના બેફામ કાળાબજાર રહયો છે

  એક ઓઇલ ટેન્કરમાં આજે બપોરે આગ ફાટી નીકળ્યા પછી અત્યારે મોડી રાત્રે 11 સુધી આગ કાબુમાં આવી નથી.લગભગ આઠ કલાકથી મેગા જામ ચાલુ છે.સાતેક હજાર વાહનો બંને તરફ ફસાયેલા પડ્યા છે.લોકો પીવાના પાણી અને ચા નાસ્તા વિના ભારે હેરાન થઈ રહ્યા છે.

આજુબાજુના ગામડામાંથી લોકો પાણીની એક એક બોટલના સો-સો રૂપિયા પડાવી રહ્યા છે.બપોરે શરૂ થયેલ ટેન્કરની આગ અને મેગા ટ્રાફિક જામ અત્યારે રાત્રે 11 વાગ્યે પણ એવી ને એવી લબકારા મારી રહી છે.લગભગ ૨૫ કિલો મીટર સુધી બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે.અનેક લોકો બીમાર હોવા છતાં ફસાઈ ગયા છે. કેટલાકની વિદેશની એર ટિકિટો નકામી ગયી છે, રઝળી પડ્યા.છે

ટ્રાફિક જામ ક્યારે ક્લિયર થશે તેની કોઈ સત્તાવાર વિગત મળતી નથી. હજારો લોકો માં પ્રચંડ આક્રોશ છે.રાત્રીના કોઈ લૂંટફાટ કે અરાજકતા ના સર્જાય તે માટે કોઈ ખાસ પગલાં કે પેટ્રોલિંગ પણ જોવા મળતું નથી.ગુજરાત સરકાર ત્વરિત પગલાં લ્યે તેવી લાગણી પ્રવર્તે છે. (વિગતો અને વિડીયો ક્લિપ સાગર સનતભાઇ મહેતા અમદાવાદ-જામનગર)

 

(11:18 pm IST)