Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

PayTm દ્વારા ઓનલાઇન વ્યાપારીઓ માટે રિકરીંગ પેમેન્ટ્સ સેવા શરૂ

ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, પેટીએમ પ્રોપરાઇટરી,સહિતના વિકલ્પ

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ડિઝિટલ પેમેન્ટ્સ કંપની પેટીએમએ પોતાના સહયોગીઓ વ્યાપારીઓ માટે દર મહિને 40 કરોડથી વધુના ટ્રાજેક્શન પ્રોસેસ કરે છે. હવે પેટીએમએ ઓનલાઇન વ્યાપારીઓ માટે રિકરીંગ પેમેન્ટ્સ સેવા લોન્ચ કરી છે. રિકરીંગ પેમેન્ટ્સની મદદથી ઓનલાઇન વ્યાપારીઓ માટે એ પેમેન્ટ્સનું કલેક્શન ઓટોમેટિક થઇ જશે જે તેમને પોતાના ગ્રાહકોને આપેલી સબસ્ક્રિપ્શન સેવાઓથી પ્રાપ્ત થાય છે.

  ગ્રાહકો પેમેન્ટનો કોઇ પણ વિકલ્પ પસંદ કરે-ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, પેટીએમ પ્રોપરાઇટરી, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તેમજ પેટીએમ પર સેવ્ડ કાર્ડ્સ. આ સુવિધાથી ભારતના અનેક પ્રકારના વ્યાપારીઓને પેમેન્ટ્સ કલેક્શન સરળતાથી થઇ જશે જેમ કે બિલ ચૂકવણી, કન્ટેન્ટ સબસ્ક્રિપ્શન, ગ્રોસરી પરચેઝ, સભ્ય ફીસ, હાઉસિંગ સોસાયટીની ચૂકવણી વગેરેનો સમાવેશ થાય છે.

  પેટીએમના સીઓઓ કિરણ વાસિરેડ્ડીએ કહ્યું કે પેટીએમમાં અમે સતત ઇનોવેટિવ ટેકનોલોજીમાં રોકાણ કરીએ છીએ જેથી પોતાના વ્યાપારી સાથીઓની ચૂકવણી સંબંધિત તમામ જરૂરીયાતોને પુરા કરી શકીએ. સબસ્ક્રિપ્શન આધારિત બિઝનેસ માટે અવિરત રિકરિંગ ચુકવણી મહત્વનું છે. હવે આ ફિચરની મદદથી વ્યાપારી પોતાની સબસ્ક્રિપ્શન આધારિત રજૂઆતને લઇને લાખો વપરાશકર્તાઓ સુધી પહોંચી શકે છે. અમને આશા છએ કે આ નવું ફિચર વ્યાપારીઓ અને ગ્રાહકો બંન્નેને સમાન રીતે લાભ પહોંચાડશે.

(10:59 pm IST)