Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

IRCTCએ મુસાફરોને આપી મોટી ભેટ : હવે ટ્રેન ઉપડ્યાના ચાર કલાક પહેલા બોડિંગ બદલી શકાશે

બોડિંગ સ્ટેશન બદલ્યા પછી વચ્ચેના સ્ટેશનની રકમ રિફંડ પણ મળી શકે

 

મુંબઈ : આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવનાર માટે સારા સમાચાર આવ્યા છે. હવે આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી ટ્રેનના પ્રસ્થાનના ફક્ત ચાર કલાક પહેલા બોડિંગ બદલી શકાશે. રેલવે મંત્રાલયે નવી સુવિધા લઈને આવી છે જેમાં યાત્રી ટ્રેનના પ્રસ્તાનના ચાર કલાક પહેલા બોર્િંડગ બદલી શકે છે. અગાઉ યાત્રી ટ્રેનના પ્રસ્થાનના ર૪ કલાક પહેલા બોડિંગ બદલી શકતા હતાં.

આઈઆરસીટીસીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, ઓનલાઈન ટિકિટમાં વધુને વધુ સુવિધા આપવાનું પ્રયત્ત્ન કરવામાં આવી રહ્યુ છે. આગામી સમયમાં રેલવે મંત્રાલય આઈઆરસીટીસીની ટિકિટિંગ સિસ્ટમ વધુ સારી કરવાની યોજના ધરાવે છે. અત્યારે સ્પેશિયલ ફિચરમાં પેસેન્જર એક કરતા વધારે વખત બોડિંગ સ્ટેશન બદલી શકે છે અને તેના માટે પેસેન્જર વધારાની રકમ ચુકવવી પડશે નહિં.

બોડિંગ સ્ટેશન બદલ્યા પછી વચ્ચેના સ્ટેશનની રકમ રિફંડ પણ મળી શકે છે. દાખલા તરીકે તમે અમદાવાદથી દિલ્હીની મુસાફરી કરવાનો છો અને ર૪ કલાક પહેલા તમે બોડિંગ અજમેર કરી શકો છે એટલે અજમેર પછી તમારી બર્થ ખાલી રહેશે. તેથી અજમેરથી દિલ્હી વચ્ચેના ભાડાની રકમ રિફંડ કરવામાં આવશે અને તમારી બર્થ અન્ય કોઈ પેસેન્જરને આપી શકાશે.

(10:34 pm IST)