Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ભારતમાં એન્ટી પોલ્યુશન માસ્કનું વેચાણ 2023 સુધીમાં 1.68 કરોડ ડોલરે પહોંચશે

વૈશ્વિક સ્તરે માસ્ક માર્કેટ વાર્ષિક ધોરણે ૧પ.૪પ ટકા વૃદ્ધિ થવાનો અંદાજ

નવી દિલ્હી : હવાની ગુણવત્તા ખરાબ થતા, શહેરીકરણ વધતા, પાવરની ખરીદીમાં વધારો અને શહેરી વસ્તીમાં વધારો થવાને કારણે ર૦ર૩ સુધીમાં દેશમાં એન્ટિ-પોલ્યુશન માસ્ક માર્કેટનું મુલ્ય ૧૬૮.૬ લાખ ડોલર થવાનો અંદાજ છે. ર૦૧૭માં એન્ટિ-પોલ્યુશન માસ્ક માર્કેટનું મુલ્ય ૬૧.૬ લાખ ડોલરનું હતું એવું એસોચેમના અભ્યાસ ટેકસાયન્સ ઉપરથી જાણવા મળ્યુ છે.

  વૈશ્વિક સ્તરે માસ્ક માર્કેટ વાર્ષિક ધોરણે ૧પ.૪પ ટકા વૃદ્ધિ થવાનો અંદાજ છે. એસોચેનના અનુસાર, બાયો મેડિકલ વેસ્ટ અને એર પોલ્યુશનને કારણે હવાની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. અત્યારે દેશના ઉત્તરના વિસ્તારોમાં ર.પથી ૧૦ પીએમની એર ક્વોલિટી જોવા મળે છે જે હાઈ પોલ્યુશન લેવલ માનવામાં આવે છે. દેશના ઉત્તર વિસ્તારોમાં દિલ્હી એનસીઆર સહિત તેની આસપાસના પ્રદેશમાં સૌથી વધારે પ્રદુર્શન જોવા મળે છે. તેના પરિણામે એન્ટિ-પોલ્યુશન માસ્કની માગમાં સતત વધારો થઈ રહ્યો છે.

  ર૦ર૩ સુધીમાં ભારતીય એન્ટિ પોલ્યુશન માસ્ક માર્કેટ ૧૮ ટકાના દરે વૃદ્ધિ કરે એવી સંભાવના છે. જે આરોગ્ય માટે સૌથી મોટો ચિંતાનો વિષય માનવામાં આવે છે. દેશના શહેરી વિસ્તારમાં હવાની ગુણવત્તા ખુબજ ખરાબ છે. આ ઉપરાંત આરોગ્ય સંભાળ અને સમામતીને લાગતા પ્રોડક્ટ્સ પ્રતિ વ્યક્તિ ખર્ચમાં વધારો થયો છે. વિવિધ રોગો સામે લોકોમાં જાગૃતિ આવી છે. જેના કારણે માસ્કની પણ માગ વધી રહી છે. માસ્ક એક ફિલ્ટરનું કાર્ય કરે છે જે પ્રદુર્શનના નાના કણોને ફેફસામાં દાખલ થવાથી અટકાવે છે.

  એર પોલ્યુશનથી લાંબા ગાળો હાર્ટની બિમારી, ફેફસાની બિમારી અને ફેફસાનો કેન્સર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મગજ, કિટની અને લિવર, નવર્સને પણ ડેમેજ કરી શકે છે. એર પોલ્યુશન અત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે જેના કારણે ગ્લોબલ વોમિંગની સાથે એશિડ રેન જેવી સમસ્યા પણ સામે આવી રહી છે.

(9:08 pm IST)