Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

US ખાતે ક્રૂડ ઓઈલની ઈન્વેન્ટરી વધતાં ભાવમાં નરમાઇ

નવી દિલ્હી : યુ.એસ ક્રૂડ ઈન્વેન્ટરીઝમાં વધારો થતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો દરમિયાન વેનેઝુએલામાં તીવ્ર રાજકીય કટોકટી વચ્ચે બજાર તીવ્ર જોવા મળ્યું હતું, આ સાથે જ ઈરાન પર યુએસના પ્રતિબંધો અને ઓપેક સપ્લાયમાં સતત ઘટાડો થયો હતો.

ઓઈલના ભાવ માટેના આંતરરાષ્ટ્રીય બેંચમાર્કમાં સ્પોટ બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સ પર ઓઈલનો ભાવ ૦૧૪૩ જીએમટીમાં બેરલ દીઠ ૭૧.૬૫ ડોલર જેટલો રહ્યો હતો, જે તેના છેલ્લાં બંધ કરતા ૪૧ સેન્ટ અથવા ૦.૬ ટકા નીચી સપાટીએ હતો. યુ.એસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ(ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ ફ્યૂચર્સ ૫૧ સેન્ટ અથવા ૦.૮ ટકા ઘટીને ૬૩.૪૯ ડોલર પ્રતિ બેરલ થયો હતો.

યુ.એસ ક્રૂડ સ્ટોક ૨૬ એપ્રિલના રોજ ૬૮ લાખ બેરલથી વધીને ૪૬.૬૪ કરોડ બેરલ થયું હતું. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યુટ (એપીઆઇ)ના ઉદ્યોગ ગ્રૂપે જણાવ્યું હતું કે, યુએસ ક્રૂડ સપ્લાયમાં વધારો થયો છે.

જો કે, મુખ્ય ઓઇલ ઉત્પાદક વેનેઝુએલામાં કટોકટી તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં હાલના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો અને વિપક્ષી નેતા જુઆન ગૈડાડો વચ્ચે સંધર્ષ જોવા મળી રહ્યો છે. ઘણા નિરીક્ષકોને ડર છે કે, આ પરિસ્થિતિ મોટા પાયે હિંસા તરફ દોરી શકે છે, તેમજ ક્રૂડ સપ્લાયમાં અવરોધ ઊભો થઈ શકે છે

(9:05 pm IST)