Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઓડિશામાં 'ફાની' માટે આદર્શ આચાર સંહિતા હટાવવાની માંગણી :ચૂંટણી પંચે આપી મંજૂરી

ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન 'ફાની'નો સામનો કરવા માટે બચાવ અને રાહત કાર્યોની ગતિવિધિઓ ઝડપી કરવા માટે પૂરીના જિલ્લાઓ જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, મયૂરભંજ, ગજપતિ, ગંજમ, ખોરધા, કટક અને જાજપુરમાં આદર્શ આચાર સંહિતા હટાવવાની માંગને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે.

  અત્રે  ઉલ્લેખનીય છે કે આ પહેલા બીજુ જનતા દળના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે ચક્રવાત 'ફાની'ને જોતા ચૂંટણી પંચને પટકુરા વિધાનસભા સીટ પર મતદાન ટાળવાની માંગ કરી હતી. હવામાન વિભાગ અનુસાર ઓડિશાના બૌધ, કાલાહાંડી, સંબલપુર, દેવગઢ અને સુંદરગઢ જેવા અલગ અલગ સ્થળોએ 'ફાની' તોફાનના કારણે ભારે વરસાદ થઈ શકે છે.

(8:03 pm IST)