Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઝાકીર નાયકને પ્રોત્સાહન આપનાર માફ નહીં કરાય

કોંગ્રેસે ઝાકીરને શાંતિના રાજદૂત બનાવ્યા હતા : ઝાકીર નાયકના દરબારમાં દિગ્વિજયસિંહ દેખાયા હતા

નવીદિલ્હી, તા. ૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્લામિક વિવાદાસ્પદ ઉપદેશક ઝાકીર નાયકનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે. સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ મોદીએ કહ્યું છે કે, ઝાકીર નાયક જેવા લોકોને પ્રોત્સાહન આપનાર પાર્ટીઓના લોકોને દેશ ક્યારેય માફ કરી શકે નહીં. વિતેલા વર્ષોમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઝાકીર નાયકને સંબોધન માટે આમંત્રણ આપવામાં આવતું હતું. અમારા દેશના પોલીસ અધિકારીઓને સંબોધવા માટે ઝાકીર નાયકને બોલાવવામાં આવતા હતા અને વિષય પણ આતંકવાદનો રહેતો હતો. શ્રીલંકન સરકારે હવે ઝાકીર નાયકની ટીવી ચેનલ પર પ્રતિબંધ મુકી દીધો છે. શ્રીલંકન સરકાર દ્વારા બ્લાસ્ટ થયા બાદ આ પગલા લેવામાં આવ્યા છે. આ એજ ઝાકીર નાયક છે જેમના દરબારમાં દિગ્વિજયસિંહ પણ એક વખત જોવા મળ્યા હતા. મોદીએ સંબોધનમાં રાષ્ટ્રવાદનો મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો હતો. ઝાકીર નાયકના મુદ્દાને ઉઠાવવામાં આવ્યા બાદ આગલા દિવસોમાં આ મુદ્દો પણ ચૂંટણી પ્રચારમાં તીવ્ર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને હવે આ મુદ્દે પણ ખુલાસા કરવાની જરૂર પડી શકે છે. કારણ કે, દિગ્વિજયસિંહનું નામ સપાટી ઉપર આવ્યું છે.

(7:55 pm IST)