Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

હવે ક્વિક રિસ્પોન્સ ટુકડીના કમાન્ડો ઉપર હુમલો કરાયો

નક્સલીઓ સામે લડવા સી-૬૦ કમાન્ડોની રચના : ગયા વર્ષે ૪૦થી વધુ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ બદલો લેવાના ઇરાદા સાથે નક્સલીનો હુમલો

ગઢચિરોલી, તા. ૧ : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓ દ્વારા આજે પ્રચંડ આઈઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓના સકંજામાં ક્યુઆરટીના કમાન્ડો ક્રેક થઇ ગયા હતા. નક્સલવાદીઓ સામે આ જવાનો મહારાષ્ટ્રમાં ઓપરેશન ચલાવતા રહ્યા છે. નક્સલવાદીઓ ખતરાઓને ધ્યાનમાં લઇને ૧૯૯૨માં સી-૬૦ ફોર્સ તૈયાર કરવામાં આવી હતી. આમા પોલીસ ફોર્સના ૬૦ જવાન સામેલ કરવામાં આવે છે. આ કામ ગઢચિરોલીમાં એ વખતથી એસપી કેપી રઘુવંશી દ્વારા કરવામાં આવી હતી. સી-૬૦માં સામેલ કરવામાં આવેલા પોલીસ જવાનોને ગેરિલ્લા યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, બિહાર અને નાગપુરમાં કરવામાં આવે છે. આ ફોર્સને મહારાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ ફોર્સ તરીકે ગણવામાં આવે છે. દરરોજ સવારની ગુપ્ત માહિતીના આધાર પર આ ફોર્સ આસપાસના વિસ્તારોમાં ઓપરેશનને અંજામ આપે છે. સી-૬૦ જવાનો સાથે આશરે ૧૫ કિલો વજન રાખે છે. તેમાં હથિયારોની સાથે સાથે ખાવા-પીવાની ચીજો, પ્રાથમિક સારવારની ચીજો અને અન્ય ચીજોનો સમાવેશ થાય છે. નક્સલવાદીઓ દ્વારા આજે બદલો લેવાના ઇરાદા સાથે સી-૬૦ કમાન્ડોની ટીમ ઉપર છુપો હુમલો કર્યો હતો. ગઢચિરોલી સી-૬૦ ફોર્સના જવાનો શહીદ થયા હતા. આ સંદર્ભમાં માહિતી આપતા રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, ક્વિસ રિસ્પોન્સ ટીમના કમાન્ડો ઘટના સ્થળ માટે રવાના થયા હતા. દાદાપુરા ગામમાં નક્સલવાદીઓએ યોજનાપૂર્વક ૩૬ વાહનોને આગ ચાંપી હતી. ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો રવાના થયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

(7:54 pm IST)