Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

સબસીડી વગરના એલપીજી સિલીન્ડરના ભાવમાં દિલ્હી અને મુંબઇમાં રૂૂ.૬નો વધારો

નવા દિલ્હી: દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ની વચ્ચે આમ આદમીના ખિસ્સા પર આંચકો લાગ્યો છે. પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓએ રસોઇ ગેસના ભાવમાં વધારો કર્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 0.28 અને મુંબઇમાં 0.29 પૈસા વધી ગયા છે. તો સાબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હી અને મુંબઇમાં 6 રૂપિયા વધી ગયા છે.

1 મેથી લાગૂ થયા નવા ભાવ

નવા ભાવ 1 મેથી લાગૂ થઇ ગયા છે. આગામી એક મહિના સુધી ભાવ યથાવત રહેશે. નવા ભાવ દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ 496.14 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચુકવવા પડશે. સાથે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 712.50 રૂપિયા હશે. તમને જણાવી દઇએ કે 1 એપ્રિલથી પણ રસોઇ ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. એપ્રિલમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 25 પૈસાનો સામાન્ય વધારો કર્યો હતો.

સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત

શહેર  સિલિન્ડરની કિંમત (14.2 કિલો)

દિલ્હી- 712.50 રૂપિયા

કલકત્તા- 738.50 રૂપિયા

મુંબઇ- 684.50 રૂપિયા

ચેન્નઇ- 728.00 રૂપિયા

સબસિડીવાળા સિલિન્ડરની કિંમત

શહેર  સિલિન્ડરની કિંમત (14.2 કિલો)

દિલ્હી- 496.14 રૂપિયા

કલકત્તા- 499.29 રૂપિયા

મુંબઇ- 493.86 રૂપિયા

ચેન્નઇ- 484.02 રૂપિયા

(5:19 pm IST)