Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

૪૬ વર્ષીય પિતાએ પોતાની પુત્રી સાથે ધો. ૧૦ની પરીક્ષા પાસ કરી

પોડિચેરી,તા.૧: પોડિચેરીમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે અહીં પિતા સુબ્રમણ્યમ ફકત સાત ધોરણ પાસ હતાં અને લોકનિર્માણ વિભાગ (પીડબ્લ્યુડી)માં ક્ષેત્ર નીરીક્ષક તરીકે કામ કરી રહ્યાં હતાં તેમની ધો.૧૦ની પરીક્ષા પાસ થવાની ખુબ ઇચ્છા હતી તેમને કેટલાક વર્ષ પહેલા આશ્રિતના  આધાર પર નોકરી મળી હતી.

સુબ્રમણ્યમે બઢતી માટે અનિવાર્ય યોગ્યતા હાંસલ કરવા માટે ૨૦૧૭માં એક અનિયમિત અભ્યાર્થી તરીકે આઠમાની પરીક્ષા આપી હતી સત્તાવાર સુત્રોના જણાવ્યાઅનુસાર તેઓ આઠમાની પરીક્ષામાં સફળ થયા બાદ ગત વર્ષ બહારી વિદ્યાર્થી તરીકે ૧૦માંની પરીક્ષામાં સામેલ થયા હતાં જો કે તે સમયે તે ગણિત સહિત ત્રણ વિષયમાં નાપાસ થયા હતાં આથી આ વર્ષ માર્ચમાં તેમણે તે ત્રણેય વિષયોની પરીક્ષા આપી અને સફળ થયા હતાં. એ યાદ રહે કે ૧૦માં ધોરણની પરીક્ષાના પરિણામ ૨૯ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા હતાં.

(4:10 pm IST)