Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

નરેન્દ્રભાઇ માટેનો લોકોનો પ્રેમ જોઇ મમતા ભયભીત બન્યાઃ પશ્ચિમ બંગાળમાં ફકત બોમ્બ બનાવવા ફેકટરી સ્થપાઇ છેઃ અમિતભાઇ

પશ્ચિમ બંગાળના પરગણામાં શાહ દીદી ઉપર તુટી પડયા

કોલકતાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ  આજે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે છે. તેમણે પરગણા ખાતે રેલીને સંબોધી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહારો કરેલ. અમિતભાઇએ જણાવેલ કે આ ચૂંટણી દેશના અન્ય ભાગો કરતા પશ્ચિમ બંગાળ માટે વધુ મહત્વની છે કેમ કે અહિં લોકતંત્ર જીવંત રહેશે કે નહિં તે આ ચૂંટણી ઉપરથી નકકી થશે. શાહે મમતા બેનર્જી ઉપર સીંધુ જ હલ્લાબોલ કરતા જણાવેલ કે મમતા ભયભીત બન્યા છે કેમ કે લોકો મોદીની તરફેણમાં છે. એટલે જ પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અને ખાસ સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવતા નથી.પશ્ચિમ બંગાળમાં ફકત બોંબ બનાવવાની ફેકટરીઓ જ સ્થપાઇ છે. બંગાળ પોતાની સંસ્કૃતિ ગુમાવી રહયું છે. ફકત ભાજપ જ પશ્ચિમ બંગાળમાં બોંબ ધડાકાઓ અટકાવી શકે છે તેમ અમિતભાઇએ અંતમાં જણાવેલ

(4:00 pm IST)