Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પિતાને પણ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરવાનો હક છે

સુપ્રીમનો એક કેસમાં મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. ૧ : સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે આઇપીસીની ધારા ૪૯૮એ હેઠળ વિવાહિતાને દહેજ ઉત્પીડનની ફરિયાદ તેના પિતા પણ કરી શકે છે. આ ફરિયાદ પીડિત મહિલાનું સ્વયં કરવું જરૂરી છે.

જસ્ટિસ અશોક ભૂષણ અને કે એમ જોસેફની પીઠે એ નિર્ણય આપીને પતિની અપીલ ફગાવી દીધી છે. આ ચુકાદાથી એ સંશય ખત્મ થઇ ગયો છે કે દહેજ ઉત્પીડનની ફરિયાદ પીડિત દ્વારા કરવું જરૂરી છે. અન્યથા તે ફરિયાદ યોગ્ય માનવામા આવી રહી નથી.

ઙ્ગપીઠે કહ્યું કે આઈપીસીની ધારા ૪૯૮એ  એ કયાંય લખવામાં આવ્યું નથી કે ફરિયાદ એ મહિલા દ્વારા જ કરવામાં આવશે જેના પતિ અથવા રિશ્તેદારોને પ્રતાડિત કરી છે. કોર્ટે કહ્યું છે કે ધારા ૪૯૮એને વિસ્તૃત રીતે જાણવાથી માલુમ પડે છે કે તેમાં એ કયાંય નથી લખ્યું કે પ્રતાડનાની ફરિયાદ પીડિત મહિલા દ્વારા જ દાખલ કરવામાં આવશે. આ મામલો યુપીના નોઈડાનો છે. વંશિકાના લગન નયન ચોપડા સાથે ૨૦૧૨માં થયા. અને ત્યારબાદ તે અમેરિકા ચાલ્યા ગયા. પરંતુ ૨૦૧૩માં તેઓ અલગ થયા અને નયને અમેરિકી કોર્ટ પાસેથી તલાક પણ લઇ લીધો. ૨૦૧૪માં વંશિકાના પિતાના ધારા ૪૯૮એ અને દહેજ નિરોધક કાયદાની ધારા ૩/૪ હેઠળ નોઈડા સીજેએમ કોર્ટમાં ફરિયાદ કરી જેમાં તેઓએ નયનના પિતા અને રિશ્તેદારોને અભિયુકત બનવામાં આવ્યા. તેઓએ કહ્યું સાસરિયામાં એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.

(3:55 pm IST)