Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વારાણસીથી પીએમ મોદી વિરૂધ્ધ મોરચો માંડનાર બીએસએફના સસ્પેન્ડેડ તેજ બહાદુર યાદવની ચૂંટણી લડવા અંગે શંકાસ્પદ સ્થિતિ

સસ્પેન્ડ થવાને લઇને બે અલગ-અલગ દાવા : સપાની ટિકિટ છતાં અપક્ષ ઉમેદવારી હજુ પાછી ખેંચી નથી : નોટીસ ફટકારી

નવી દિલ્હી તા. ૧ : વારાણસી લોકસભા સીટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે ચૂંટણી લડનાર બીએસએફના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવની મુશ્કેલી વધી છે. તેની ચૂંટણી લડવા ઉપર પર શંકાસ્પદ સ્થિતિ બની છે.તેજ બહાદુર તરફથી દાખલ કરેલ નામાંકન પત્રમાં અર્ધસૈનિક બળથી સસ્પેન્ડ થવાને લઈને બે અલગ-અલગ દાવા કર્યા છે. આ મામલે હવે જિલ્લા નિર્વાચન અધિકારી સુરેન્દ્ર સિંહે તેજ બહાદુરને નોટિસ પાઠવી છે.

જિલ્લા નિર્વાચન અધિકારીએ તેજ બહાદુરને ૧ મે ના રોજ સવારે ૧૧ વાગ્યા સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો છે. નક્કી કરેલ સમયમાં જવાબ નહીં આપી શકે તો તેનું નામાંકન રદ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તેજ બહાદુરે વારાણસી સીટ પરથી પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે પછી સમાજવાદી પાર્ટીએ તેને ટિકિટ આપી હતી. આ કારણ તે ગઠબંધનના ઉમેદવાર તરીકે પીએમ મોદી સામે મેદાનમાં ઉતર્યો છે.  બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર માટે સમાજવાદી પાર્ટીએ જે શાલિની યાદવની ટિકિટ કાપી છે તે પૂર્વાંચલના મોટા રાજનીતિક કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તે હજુ પણ પીએમ મોદી સામે વારાણસીથી ઉમેદવાર છે. કારણ કે તેણે હજુ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચ્યું નથી. શાલિની યાદવનો પોતાનો જનાધાર છે. તેથી સપાના નવા ઉમેદવાર અને બીએસએફના સસ્પેન્ડ જવાન તેજ બહાદુર યાદવની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

(3:40 pm IST)