Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

હવે ૧૬૯ બેઠક ઉપર ૩ ફેઈઝમાં મતદાન બાકી ૨૦૧૪ માં ભાજપ ૧૧૪ બેઠક જીતેલ

નવીદિલ્હી : દેશભરમાં હવે ૧૬૯ બેઠક ઉપર મતદાન બાકી છે ત્યારે કેટલાક રસપ્રદ આંકડા તરફ નજર ફેરવીએ. ન્યૂઝફર્સ્ટના હેવાલ મુજબ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ ૧૬૯ બેઠકમાંથી ભારતીય જનતા પક્ષ ૧૧૬ બેઠક ઉપર વિજયી થયેલ. ૫ માં તબક્કામાં હવે ૫૧ બેઠક માટે મતદાન થશે. ૨૦૧૪ માં આ ૫૧ બેઠકોમાંથી ભાજપ ૩૯ સીટ જીતી ગયેલ. છઠ્ઠા તબક્કામાં હવે ૫૯ બેઠક માટે મતદાન થશે. ૨૦૧૪ માં આ ૫૯ બેઠકોમાંથી ભાજપ ૪૪ સીટ જીતી ગયેલ. ૭ મા અને છેલ્લા તબક્કામાં પણ ૫૯ બેઠક માટે મતદાન થશે. ૨૦૧૪ માં આ ૫૯ બેઠકોમાંથી ભાજપ ૩૩ સીટ જીતી ગયેલ.

(3:40 pm IST)