Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

જનતાનો પ્રેમ જ મારી પૂંજી અને ઉર્જાઃ કોંગ્રેસ-સપા-બસપાને ઓળખવાની જરૂરઃ ગરીબો - શ્રમીકો માટે કોઇએ વિચાર્યું નહિઃ નરેન્દ્રભાઇ

ભગવાન રામની ભૂમિ અયોધ્યાથી વડાપ્રધાને વિપક્ષો ઉપર તીર છોડયાઃ વિવિધ યોજનાઓ, સુરક્ષા અંગે ખુલીને વાત કરીઃ રામલલ્લાના દર્શને જવાનો કાર્યક્રમ નથી

અયોધ્યા મર્યાદા પુરૂષોતમ ભગવાન રામની ભૂમિ છેઃ અયોધ્યા આવીને ધન્યતા અનુભવુ છુઃ  અયોધ્યા દેશના સ્વાભિમાનની ધરતી છેઃ છેલ્લા પાંચ વર્ષમાં દેશનું સ્વાભીમાન વધ્યું છેઃ સપા, બસપા અને કોંગ્રેસની હકીકત જાણવી જરૂરી છેઃ ગરીબી હટાઓના નારા લગાડનારી કોંગ્રેસે શ્રમીકોની ચિંતા કરતી જોઇતી હતી કે નહિં? શ્રમીકોના વોટબેન્કમાં ભાગ પાડી તેમણે પોતાનો અને પોતાના પરિવારનો ફાયદો કરાવ્યોઃ દેશમાં ફરથી મજબુત સરકાર બનશેઃ બહેનજીએ બાબા સાહેબના નામનો ઉપયોગ કરી આંબેડકરજીના સિંધ્ધાતો વિરૂધ્ધનું કામ કર્યું છે. જયારે સપાએ લોહીયાજીના નામનો ઉપયોગ કર્યો પણ તેમણે ઉતરપ્રદેશમાં કાયદો વ્યવસ્થાને તહેસ નહેસ કરી નાખીઃ તમે અહિં ઉત્સાહ વધારો છો ત્યારે સપા-બસપાવાળાઓનું બ્લડપ્રેશર વધી જાય છે અને પછી રાડો પાડે છે કે મોદીના ડોકટર નથી આવ્યાઃ અમે ગરીબોનું જીવન સરળ કરવા ઘણા કામો કર્યાઃ અમે મજુરો માટે પેન્સન યોજના લાવ્યાઃ જનતાનો પ્રેમજ મારી પૂંજી અને ઉર્જા છેઃ પહેલીવાર  દેશની કોઇ સરકારે ગરીબો અને શ્રમીકો માટે વિચાર્યું છેઃ ૬૦ વર્ષની ઉમર બાદ ૩ હજાર રૂપિયા માસીક પેન્સન નકકી કર્યું છે.  આયુષમાન યોજનાથી ૫ લાખ સુધીની મફત સારવારઃ એક સમયે શ્રીલંકા જેવી સ્થિતિ ભાતથી હતીઃ આસ્થા અને પર્યટન પર આતંકવાદનો ખતરોઃ ૨૦૧૪ પહેલા દેશમા બોમ્બ બ્લાસ્ટ થતાં : છેલ્લા ૫ વર્ષમાં આતંકી હુમલા બંધ થયા : પાકિસ્તાન આતંકવાદીઓને એકસપોર્ટ કરેઃ નવુ ભારત ઘરમાં ઘુસીને મારશેઃ દેશ સુરક્ષીત હશે તો સપના સાકાર થશે : ૫ વર્ષમાં દેશના એકપણ  ખુણે હુમલો નહિઃ કોઇ છેડશે તો છોડશી નહિઃ કોઇ ગરીબ પોતાના બાળકને ગરીબ જોવા નથી માંગતોઃ કોઇ ચા વાળો એ નથી વિચારતો કે તેનુ બાળક મોટુ થઇ ચા વાળુ બનેઃ કોઇ રેકડીવાળો પોતાનું બાળક મોટુ થઇ રેકડી ચલાવે તેવુ નથી ઇચ્છતોઃ કોઇ શાકભાજી વહેચનાર બહેન પોતાના દિકરા-દિકરી મોટુ થઇ શાકભાજી વહેંચે તેવુ નથી  ઇચ્છતીઃ હુ ગરીબનું દુઃખ - દર્દ અનુભવી શકુ છું: તેથી જ મહિને એક હજાર રૂપિયાનું પેન્શન આપવાની શરૂઆત કરી : દેશની ધરોહરને પર્યટન અને અર્થવ્યવસ્થા સાથે જોડીઃ તુષ્ટીકરણના એલથી વિપક્ષે દેશને ખતરામાં નાખ્યોઃ ગરીબ અને મજુર આગળ વધવા માંગે છેઃ તેને જરૂર છે ફકત સપોર્ટની : લોકોને મુશ્કેલીના સમયમાં કામ આવે તે માટે વીમા મુશ્કેલીના સમયમાં કામ આવે તે માટે વીમા યોજના અને આયુષ્યમાન યોજના લાવ્યા :પહેલાની સરકાર અસંવેદનશીલ હતીઃ આતંકીઓ દેશમાં નબળી સરકાર બને તેની રાહમાં છેઃ ન્યુ ઇન્ડિયાના સપના સાકાર કરીશું: આંગણવાડી આશા વકરો બહેનોના પગારમાં વધારો કર્યોઃ પાડોશી દેશમાં આતંકીની ફેકટરીઓ ચાલે છેઃ ૭૦ વર્ષ સુધી ગરીબો સાથે અન્યાયઃ મહામીલાવટી ગઠબંધન મજબુ સરકાર બનાવા માગે છે.

(3:39 pm IST)