Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

નાગરિકતા વિવાદઃ રાહુલવાળા બંગલાનું બચ્ચન પરિવાર સાથે કનેકશન

સુબ્રમણ્યમ સ્વામીએ જે સરનામાનો ઉલ્લેખ કર્યો છે તે લંડનના ઘરમાં બીગબીના ભાઇ અજિતાભ ભારત આવતા પહેલા ત્યાં રહેતા હતા

મુંબઇ, તા.૧: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીની નાગરિકતા અંગે-વિરોધીઓ દ્વારા ઉઠાવેલા સવાલ ભલે ચુંટણી મુદો બને કે ના બને આ વિવાદને કયારેય ગાંધી અને બચ્ચન પરિવારના નજીકના સંબંધોને એક વાર ફરી લોકોની વચ્ચે લાવ્યો છે. મુંબઇ મિરરના અહેવાલ મુજબ માલુમ પડયું છે કે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની ફરીયાદમાં જે સરનામ (ર, ફોગનલવે)નો ઉલ્લેખ કર્યો છે. તે ઘરમાં અભિતાભ બચ્ચનના ભાઇ અજિતાભ ભારત આવ્યા પહેલા તેમના પરિવારની સાથે રહેતા હતા.

જાતભેદ પહેલા બચ્ચન અને ગાંધી પરિવારના સંબંધો સારા હતા. અજિતાભ પણ સોનિયા ગાંધી અને તેના બાળકોની સાથે સુખઃદુખમાં સાથે ઉભા રહેતા હતા. કદાચ એજ કારણ હતું કે સક્રિય રાજનીતિમાં આવ્યા પહેલા પ્રિયંકા ગાંધી વાડાએ નવીદિલ્હીમાં અમિતાભ અને અજિતાભ બચ્ચન સાથે મુલાકાત કરીને તેમના મામૂના આશીર્વાદ લીધા હતા. બચ્ચન અને ગાંધી પરિવારના આંતરીક સુત્રોનું કહેવું છે કે પ્રિયંકાના હમેશા અમિતાભ અને અજિતાભની સાથે અલગ સંબંધે રહ્યા છે અને તે નજીકના તેમની પત્નીઓ  જયા અને રનોલા સાથે સારા સંબંધ હતા.

પ્રિયંકાના બાળપણમાં તેના 'મામૂ'  અમિતાભ અને અજિતાભની નિયમિત હાજરી હતી અને તેમની દિલ્હી યાત્રા દરમ્યાન બંને તેમને મળી રહ્યા હતા. મે ૧૯૯૧માં પિતા રાજીવ ગાંધીની હત્યા બાદ રાહુલ અને પ્રિયંકા બંનેની સાથે  તેઓ મજબુતા સાથે ઉભા હતા. સુખુમણ્ય સ્વામીએ તેમની ફરીયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાહુલ બ્રિટિશ નાગરિક છે. તેને તેમને તેમનું સંસદ સભ્યતા છોડી દેવી જોઇએ. ત્યારબાદ ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીને બે સપ્તાહની અંદરે જવાબ દાખલ કરવાની નોટિસ આપી છે. રાહુલ આ વખતે અમઠી ઉમરાંત કેરળની વાયનાડ સીટથી ચુંટણી લડી રહ્યા છે.

(3:33 pm IST)