Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

સામાન્ય માણસને ઝાટકોઃ રાંધણ ગેસના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમીને ઝાટકો લાગ્યો છેઃ ઓઈલ કંપનીઓએ ગેસના ભાવમા વધારો કર્યો છેઃ ઘરેલુ એલપીજી સિલીન્ડરના ભાવમાં ૬ રૂ. વધી ગયા છેઃ બીનસબસીડીવાળા સિલીન્ડરનો ભાવ ૨૨.૫૦ પૈસા વધી ગયો છે, આ ભાવ આજથી અમલી બની ગયા છેઃ વધારા બાદ દિલ્હીમાં રહેતા ગ્રાહકે ગેસ સિલીન્ડરનો ભાવ ૫૦૨ રૂ. ચૂકવવા પડશેઃ સાથોસાથ કોમર્શીયલ બાટલાનો ભાવ ૭૩૦ થઈ ગયો છેઃ ૧લી એપ્રિલે પણ ભાવ વધ્યા હતાઃ બીનસબસીડીવાળા ગેસના બાટલાનો ભાવ ૫ રૂ. વધ્યો હતો તો સબસીડીવાળાના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થયો હતોઃ દિલ્હીમાં ઈન્ડેનના ૧૪.૨ કિલોના સબસીડી વગરના બાટલાનો ભાવ ૭૦૬.૫૦ પૈસા છે.

(3:31 pm IST)