Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ફેસબુકની નવી ડિઝાઇન જાહેર : પ્રાઇવેટ મેસજિઁગ, ફેસબુક ડેટિંગ સહિતના કેટલાય ફીચર્સ ઉમેરાયા

ન્યુઝ ફીડને સંપૂર્ણપણે બદલી નંખાઈ : યુઝર્સની પ્રાઇવસી પર મુકાયો ભાર

નવી દિલ્હી ;ફેસબુક ડેવલોપર્સ કોન્ફરન્સ એફ-8માં કંપનીના સંસ્થાપક માર્ક ઝકરબર્ગએ લોકપ્રિય સોશ્યલ મીડિયા ફેસબુકની નવી ડિઝાઇન રજૂ કરી હતી આ નવી ડિઝાઇનમાં ન્યુઝ ફીડને સંપૂર્ણપણે બદલી નંખાઈ છે આ ઉપરાંત ફેસબુકે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની પ્રાઇવસી પર ફોક્સ કર્યું છે ,આ નવી ડિઝાઇનના લોન્ચ સમયે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બનેલ સિગ્નેચર બ્લુ બૅનરને પણ હટાવી દેવાયું છે

 નવી ડિઝાઇનમાં ફેસબુકના મેસેજિંગ એપ્પ,ઓનલાઇન માર્કેટ પ્લેસ,અને વિડિઓ ઓન ડિમાન્ડ સાઈટ શોકેસ કરાઈ છે તેમજ કંપનીએ બિઝનેસ માટે શોશ્યલ સર્કલ પણ જાહેર કર્યું છે ડેટિંગ માટે યુઝર્સને સિક્રેટ કશનું ઓપશન પણ મળશે ફેસબૂકલ ડેટિંગ માટે યુઝર્સને એપોઇમેન્ટ બુક કરવા ટુલ્સ પણ અપાશે

   આ પ્રસંગે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે જેમ જેમ દુનિયા મોટી અને વધુ જોડાઈ રહી છે અમે ઈંટીમેસીના આ અર્થની આવશ્યકતા થાય છે જે પહેલા કરતા ઘણી વધારે છે એટલા માટે અમારું માનવું છે કે તેનું ભવિષ્ય પ્રાઇવેટ છે આ અમારી સેવાનો નવો અધ્યાય છે આ પહેલાં માર્ચમાં ઝુકરબર્ગે કહ્યું હતું કે આ વિજ્ઞાપનથી ભરેલ માહોલમાં પરિવર્તન લાવશું

  કંપનીએ ઓનલાઇન કોમ્યુનિકેશનને તેજીથી આગળ વધારવા માટે પ્રાઇવેટ મેસેજીસ શોર્ટ લાસ્ટીંગ સ્ટોરી અને અનં ગ્રુપને ચિહ્નિત કર્યા છે.

(2:20 pm IST)