Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

શિવસેનાના સંસદસભ્યની પત્ની સહિત ૧૭ને ૧ વર્ષની જેલ

ર૦૧૪ ની લોકસભા ચૂંટણી પહેલા ફરજ પરના પોલિસ પર હૂમલાનો કેસ

મુંબઇ તા. ૧ :.. શિવસેનાના સંસદ સભ્ય રાહુલ શેવાલેના પત્નિ કામીની અને અન્ય ૧૭ શિવ સૈનિકોને ગેરકયદે ટોળુ રચીને ફરજ પરના પોલીસ કર્મચારી પર હૂમલો કરવાના કેસમાં ૧ વર્ષની જેલ અને  પ૦ રૂપિયા દંડની સજા સેશન્સ કોર્ટે ફરમાવી હતી. કોર્ટે જો કે ખૂનની કોશિષ જેવા અન્ય આરોપોમાંથી આરોપીઓને મુકિત આપી હતી.

અધિકારીઓ અનુસાર આરોપીઓને હાઇકોર્ટમાં અપીલ સુધી સજા મોકુફીની છૂટ આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ર૦૧૪ ની લોકસભા ચૂંટણી પહેલા ફરજ પરના પોલીસ પર હૂમલો કરવાના આરોપ હેઠળ ટ્રોમ્બે પોલીસે શિવસેનાના કેટલાક સભ્યો સહિત ૧૮ સામે કેસ નોંધ્યો હતો.

પ્રોસીકયુશનની દલીલો મુજબ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેનાના વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ટ્રોમ્બેમાં ઘાયલ થયો હતો. પ્રોસીકયુશને મેડીકલ ઓફીસરો, ત્રણ પોલીસ અધિકારીઓ, ઘાયલ થયેલ કોન્સ્ટેબલ સહિત ૧૪ સાક્ષીઓની તપાસ કરી હતી. જેમાં સાક્ષીઓએ કહયું હતું કે કોન્સ્ટેબલને કોણે માર્યુ તેની તેમને જાણ નથી પણ ઘટના સ્થળે આરોપીઓ હાજર હતાં. પોલીસ કોન્સ્ટેબલ પણ હૂમલાખોરને નહોતો ઓળખી શકયો.

(1:06 pm IST)